________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
મૂળમાં ભૂલ
કાર્યમાં ઉપાદાન-નિમિત્તના કેટલા ટકા?
પ્રશ્ન- આત્માના વિકાર ભાવમાં કર્મ નિમિત્તરૂપે તો છે ને? કર્મ નિમિત્ત છે માટે ૫૦ ટકા કર્મ કરાવે અને ૫૦ ટકા આત્મા કરે એ રીતે બન્ને ભેગા થઈને વિકાર કરે છે? શાસ્ત્રોમાં કહ્યું કે કાર્યમાં ઉપાદાનકારણ અને નિમિત્તકારણ બને હોય છેમાટે બન્નેએ પચાસ-પચાસ ટકા કાર્ય કર્યું?
ઉત્તર:- “નિમિત્ત છે” એટલી વાત ખરી, પરંતુ કાર્યના ૫૦ ટકા નિમિત્તથી થાય અને ૫૦ ટકા ઉપાદાનથી થાય એ વાત ત્રણકાળ ત્રણલોકમાં સર્વથા જાઠી છે. કાર્યમાં નિમિત્તનો એક પણ ટકો નથી. ઉપાદાનના સો એ સો ટકા ઉપાદાનમાં અને નિમિત્તના સો એ સો ટકા નિમિત્તમાં છે, કોઈનો એક ટકો બીજામાં ગયો જ નથી. બન્ને દ્રવ્યો સ્વતંત્ર છે, બે દ્રવ્યો ભેગા મળીને-એકરૂપ થઈને કોઈ કાર્ય કરી શકે નહિ, પરંતુ જાદાં જ છે. જો બે દ્રવ્યથી પચાસ-પચાસ ટકા કાર્ય માનવામાં આવે તો તે બે દ્રવ્યો ભેગા થઈને કાર્યરૂપ પરિણમવા જોઈએ પરંતુ એ તો અસંભવ છે. કાર્યરૂપે તો ઉપાદાન એકલું સ્વયં પરિણમે છે, ત્યાં નિમિત્ત જ હાજરરૂપે હોય છે. નિમિત્ત વસ્તુ ઉપાદાનના કાર્યરૂપે જરાપણ પરિણમતી નથી. જે કાર્યરૂપે સ્વયં ન પરિણમે તેને કર્તા કેમ કહેવાય ? કાર્યરૂપે જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com