________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૧૬૬
અને જ્યારે રોટલી થાય છે ત્યારે તે પૂર્વની લોટ પર્યાયનો અભાવ કરીને જ થાય છે, તો પછી બીજાને તેનું કારણ કેમ કહેવાય ? બહુ બહુ તો લોટરૂપ પર્યાયનો વ્યય થયો તેને રોટલીરૂપ પર્યાયનું કારણ કહી શકાય.
૬૧. ‘ જીવ પરાધીન છે ’ એટલે શું ?
પ્રશ્નઃ- સમયસાર નાટકમાં સ્યાદ્વાદ અધિકારના ૯ મા શ્લોકમાં જીવને પરાધીન કહ્યો છે; શિષ્ય પૂછે છે કે હૈ સ્વામી ! જીવ સ્વાધીન છે કે પરાધીન ? ત્યારે શ્રીગુરુ ઉત્તર આપે છે કેદ્રવ્યદૃષ્ટિથી જીવ સ્વાધીન છે, ને પર્યાયદષ્ટિથી પરાધીન છે. તો ત્યાં જીવને પરાધીન કેમ કહ્યો છે?
ઉત્ત૨:- પર્યાયદષ્ટિથી જીવ પરાધીન છે એટલે કે જીવ પોતે પોતાના સ્વભાવનો આશ્રય છોડીને, ૫૨ લક્ષે પોતે સ્વતંત્રપણે પરાધીન થાય છે, પરંતુ પરદ્રવ્યો કાંઈ જીવ ઉ૫૨ બળજોરી કરીને તેને પરાધીન કરતા નથી. પરાધીન એટલે પોતે સ્વતંત્રપણે ૫૨ને આધીન થાય છે- પરાધીનપણું માને છે, નહિ કે પ૨ પદાર્થો તેને આધીન કરે છે.
૬૨. દ્રવ્યાનુયોગ ને ચ૨ણાનુયોગનો ક્રમ.
પ્રશ્નઃ- આ ઉપાદાન-નિમિત્તની વાત તો દ્રવ્યાનુયોગની છે. પરંતુ પહેલાં તો જીવ ચરણાનુયોગ અનુસાર શ્રદ્ધાની થાય અને તે ચરણાનુયોગ અનુસાર વ્રત-પડિમા વગેરે અંગીકાર કરે ત્યાર પછી તે દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાની થઈને સમ્યગ્દર્શન પ્રગટ કરે–એવી જૈનધર્મની પરિપાટી હોવાનું કેટલાક જીવો માને છે તે બરાબર છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com