________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૯૫ અર્થ:- ગ્રંથકાર ભૈયા ભગવતીદાસજી આત્મસ્વભાવનો મહિમા કરતાં કહે છે કે-હે ભાઈ ! બ્રહ્મનો (આત્માના સ્વભાવનો ) મહિમા કેમ વર્ણવી શકાય? તે વસ્તુ વચનથી અગોચર છે, તેને કયા વચનો વડે બતાવાય? ૪૩.
જે જીવ વસ્તુના સ્વતંત્ર ઉપાદાનસ્વભાવને સમજે તેને વસ્તુસ્વભાવનો મહિમા આવ્યા વગર રહે નહિ. અહો, આવો સરસ ઉપાદાનસ્વભાવ! અનાદિ અનંત સંપૂર્ણ સ્વતંત્રપણે વસ્તુ ટકી રહી છે. આવા વસ્તુસ્વભાવને વચનથી કેમ વર્ણવી શકાય? વચનથી તેનો મહિમા પાર પડે તેમ નથી, જ્ઞાન વડે જ તેનો યથાર્થ મહિમા જણાય છે; સ્વભાવનો મહિમા ઘણો છે, વચનથી પેલે પાર છે છતાં તેને વચન વડે કહેવો તે પૂરો કઈ રીતે કહેવાય? માટે હું ભાઈ ! તું તારા જ્ઞાન સામર્થ્યવડે તારા સ્વભાવનો પાર પામ. એક જ સમયમાં અનાદિ સંસારનો નાશ કરી પરમ પવિત્ર પરમાત્મદશા જેના જોરે પ્રગટ થાય એવા ભગવાન આત્માના સ્વભાવના મહિમાને અમે ક્યાં સુધી કહીએ ? હે ભવ્ય જીવો! તમે જાતે સ્વભાવને સમજે ! !
હવે ગ્રંથકાર આ સંવાદનું સુંદરપણું બતાવે છે અને આ સંવાદથી જ્ઞાની તથા અજ્ઞાનીને કઈ જાતની અસર થશે તે પણ બતાવે છેઃ
ઉપાદાન અરુ નિમિત્તકો, સરસ બન્યો સંવાદ; સમદષ્ટિકો સુગમ હૈ, મૂરખકો બકવાદ. ૪૪. અર્થ - ઉપાદાન અને નિમિત્તનો આ સુંદર સંવાદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com