________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦
મૂળમાં ભૂલ જ રહ્યા કરે. નિમિત્તના વચનોનો અર્થ શબ્દો પ્રમાણે ન થાય परंतु उपादानना भावनी समजणY लक्ष राखीने तेना अर्थ યથાર્થ સમનવા નો . શાસ્ત્રોમાં કર્મોનું વર્ણન છે તે પણ નિમિત્તથી છે એટલે કે આત્માના અનેક પ્રકારના ભાવો ઓળખાવવા માટે કર્મોના નિમિત્તથી કથન કર્યું છે, ત્યાં આત્માના ભાવો ઓળખવાનું જ પ્રયોજન છે, તેને બદલે અજ્ઞાનીનું લક્ષ કર્મો ઉપર જ રહે છે. જ્યારે નિમિત્તથી વાત કરવી હોય ત્યારે નિમિત્તમાં વાત કરવામાં આવે છે પરંતુ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરતું નથી. પહેલાં પર વસ્તુનું જ્ઞાન કરાવવા માટે તેને નિમિત્ત કહ્યું, પછી છઠ્ઠી વોહીમાં બનારસીદાસજીએ જોર મૂકયું છે કે અરે ! અસહાય વસ્તુસ્વભાવમાં નિમિત્ત છે કોણ?
જેમ એક માણસ અનેક દેશમાં ફરે અને અનેક પ્રકારના વેશ પહેરે, પરંતુ અનેક પ્રકારના વેશ પહેરવાથી કાંઈ તે માણસ ફરી જતો નથી, માણસ તો તે ને તે જ છે; તેમ આત્માને ઓળખાવવા માટે અનેક પ્રકારના નિમિત્તથી કથન આવે. પરંતુ આત્મા તો એક જ પ્રકારનો છે, એકલો “આત્મા, આત્મા” કહેવાથી આત્મા સમજાતો નથી. તેથી ઉપદેશમાં તો ભેદથી અને નિમિત્તથી ઓળખાવવામાં આવે છે પરંતુ તેનું પ્રયોજન આત્માનો સ્વભાવ બતાવવાનું છે તેથી નિમિત્તનું અને નિમિત્તની અપેક્ષાએ પડતા ભેદોનું લક્ષ છોડીને એકલા અભેદ ઉપાદાનને લક્ષમાં લેવું તે જ સમ્યગ્દર્શન, અને મોક્ષનો ઉપાય છે. માટે ઉપાદાનનિમિત્તના સ્વાધીન સ્વરૂપને ઓળખીને ઉપાદાન સ્વભાવમાં ઢળવું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com