________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૯
ઉપાદાન-નિમિત્ત દોહરા છે. આખી વસ્તુ અસહાય છે અને તેની દરેક પર્યાય પણ અસહાય છે.
અહો ! જેણે આવો સ્વતંત્ર વસ્તુસ્વભાવ પ્રતીતિમાં લીધો તે પોતાની નિર્મળતા માટે કોના સામું જાએ? આવી પ્રતીતિ થતાં કોઈ પર પ્રત્યે જોવાનું ન રહ્યું એટલે એકલા સ્વ-સ્વભાવની દષ્ટિ અને એકાગ્રતાના જોરે વિકારનો ક્ષય થઈને અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
કોઈ પૂછે કે જો નિમિત્ત કાંઈ જ કરતું નથી અને નિમિત્ત તો આરોપ માત્ર છે, તો પછી શાસ્ત્રોમાં તો વારંવાર નિમિત્તથી ઉપદેશ આવે છે –તેનું શું કારણ? તે પ્રશ્નનું સમાધાન આ છેલ્લા દોહામાં કરે છે
ઉપાદાન વિધિ નિરવચન, હૈ નિમિત્ત ઉપદેશ; વસે જા જૈસે દેશમેં, ઘરે સુ તૈસે ભેષ. ૭.
અર્થ:- ઉપાદાનની રીત નિર્વચનીય છે તેથી નિમિત્તથી ઉપદેશ દેવાની રીત છે. જેમ માણસ જે દેશમાં વસે તે દેશનો વેશ પહેરે છે તેમ (જીવનું ઉપાદાન જે જાતનું હોય તેને ઓળખાવવા માટે તેને અનુકૂળ નિમિત્તથી ઉપદેશ કરવામાં આવે છે). ૭.
ઉપાદાન-વસ્તુનો સ્વભાવ વાણી દ્વારા કહી શકાતો નથી. કથન કરવા જતાં ભેદ આવ્યા વગર રહેતો જ નથી. જેટલું જેટલું ઉપદેશમાં કથન આવે તે બધું વ્યવહારથી અને નિમિત્તથી આવે. કથનમાં તો નિમિત્ત દ્વારા કથન કરીને સમજાવાય પરંતુ જો નિમિત્તના જ કથનને વળગી રહે અને ખરો આશય ન પકડે તો તેનું લક્ષ નિમિત્ત ઉપર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com