________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
મૂળમાં ભૂલ સ વસ્તુ અસહાય” એટલે બધી જ વસ્તુઓ સ્વતંત્ર છે, એક વસ્તુની બીજી વસ્તુમાં નાસ્તિ છે તો પછી તેમાં નિમિત્ત પણ કોણ છે? પરમાર્થે તો એક વસ્તુને બીજી વસ્તુ નિમિત્ત પણ નથી, એક વસ્તુમાં બીજી વસ્તુને નિમિત્તે કહેવું તે વ્યવહાર છે-ઉપચાર છે. વસ્તુ સ્વભાવ પરથી છૂટો સ્વતઃ પરિપૂર્ણ છે તે સ્વભાવ પરની અપેક્ષા રાખતો નથી અને તે સ્વભાવનું સાધન પણ અસહાય છે. નિમિત્ત નિમિત્તમાં ભલે રહ્યું, પરંતુ ઉપાદાનના કાર્યમાં નિમિત્ત કોણ છે? વસ્તુના અનંત ગુણોમાં પણ એક ગુણ બીજા ગુણથી અસહાય-સ્વતંત્ર છે તો પછી એક વસ્તુને બીજી ભિન્ન વસ્તુ સાથે તો કોઈ સંબંધ નથી. અહીં સ્વભાવદષ્ટિના જોરે કહે છે કે એક વસ્તુમાં બીજી વસ્તુનું નિમિત્ત પણ કેવું? નિમિત્ત હોય છે તેનું જ્ઞાન ગૌણપણે છે પરંતુ દષ્ટિમાં નિમિત્તનું લક્ષ નથી.
જેમ પવનની હાજરી વગર વહાણ પાણીના પ્રવાહમાં તરે છે (આ દષ્ટાંત સમજવું), તેમ આત્મા પર નિમિત્તના લક્ષ વગર અને પુણ્ય-પાપના વિકાર રહિત, ઉપાદાનના લક્ષે સ્વભાવમાં ઠરી ગયો છે–તેમાં નિમિત્ત કોણ છે? બહારમાં નિમિત્ત છે કે નહિ એનું લક્ષ નથી અને અંતરમાં શુક્લધ્યાનની શ્રેણીમાં ચડીને કેવળજ્ઞાન પામે છે. એક ક્ષણમાં અનંત પુરુષાર્થ પ્રગટાવીને કેવળજ્ઞાન પ્રગટ કરે-એવો અસહાય વસ્તુસ્વભાવ છે. આવા આત્મસ્વભાવનું ભાન કરીને તેની રમણતામાં કર્યો ત્યાં બહારના નિમિત્તોની સહાય કે લક્ષ નથી. તેવી જ રીતે વિકાર કરે તો તેમાં પણ નિમિત્તની સહાય નથી. ઉપાદાન પોતે પોતાની પર્યાયની લાયકાતથી વિકાર કરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com