________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
મૂળમાં ભૂલ પોતાથી વિકાર કરે ત્યારે પરચીજની હાજરીને નિમિત્ત કહેવામાં આવે છે. આ સમજણમાં જ ચોખો હિસાબ છે કે દરેક દ્રવ્ય જુદે જુદાં છે, અને સ્વતંત્રપણે પોત-પોતાની અવસ્થાના કર્તા છે, કોઈ દ્રવ્ય બીજાનું કાંઈ જ કરી શકતું નથી.
આ દોહામાં નિમિત્તની વિનંતિ છે કે આપણને બન્નેને સમકક્ષી (સરખી હૃદના) રાખો. અનાદિથી જીવની સાથે કર્મ ચોંટયાં છે અને જીવને વિકારમાં નિમિત્ત થાય છે; નિમિત્તરૂપ કર્મ અનાદિથી છે માટે તેને જીવની સાથે સમકક્ષી તો રાખો!
હવે ઉપાદાન એવો જવાબ આપે છે કે સાંભળ રે સાંભળ! નિમિત્તરૂપ જે કર્મના પરમાણુઓ છે તે તો અનાદિથી પલટતાં જ જાય છે અને હું ઉપાદાન સ્વરૂપ તો એવો ને એવો ત્રિકાળ રહું છું, માટે હું જ બળવાન છું
ઉપાદાન કહે વહ બલી, જાકો નાશ ન હોય;
જો ઉપજત વિનશત રહૈ, બલી કહાં તે સોય? ૨૩
અર્થ - ઉપાદાન કહે છે કે જેનો નાશ ન થાય તે બળવાન. જે ઉપજે અને વિણસે તે બળવાન કેવી રીતે હોઈ શકે? ( ન જ હોય.) ૨૩.
નોંધ-ઉપાદાન પોતે ત્રિકાળી અખંડ એકરૂપ વસ્તુ છે તેથી તેનો નાશ નથી. નિમિત્ત તો સંયોગરૂપ છે, આવે ને જાય, તેથી તે નાશરૂપ છે માટે ઉપાદાન જ બળવાન છે.
જીવ પોતે અજ્ઞાનભાવે ભલે અનાદિથી રાગ-દ્વેષ નવા નવા કરે છે તો પણ નિમિત્ત કર્મ અનાદિથી એકને એક જ રહેતા નથી, એ તો બદલતાં જ રહે છે. નાનાં નિમિત્ત કર્મ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com