________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૧
ઉપાદાન-નિમિત્ત સંવાદ સ્વાધીન સ્વભાવની ઓળખાણ નથી અને મારું સુખ અને દેવગુરુ-શાસ્ત્ર કે શુભરાગ વગેરે પર નિમિત્તો આપી દેશે એમ જે માને છે તેને અહીં ગ્રંથકારે “ગમાર' મૂર્ખ કહ્યા છે. અરે ગમાર! તું સ્વભાવને ભૂલીને નિમિત્તાધીન દષ્ટિથી જ રખડ્યો છો, તારા જ દોષથી તું રખડયો છો. તારામાં સ્વતંત્ર સુખ છે એમ તું માનતો જ નથી તેથી જ તને સુખનો અનુભવ નથી, પરંતુ કર્મોએ તારું સુખ દાબી રાખ્યું નથી. માટે તું તારી માન્યતા ફેરવ.
નિમિત્તાધીન દષ્ટિવાળાને અહીં “ગમાર' કહ્યો તેમાં, દ્વેષ નથી પણ કરુણા છે. અવસ્થાની ભૂલ છે તે બતાવવા ગમાર કહ્યો છે, સાથે એમ સમજાવે છે કે હે ભાઈ ! તારું ગમારપણું તારી અવસ્થાની ભૂલથી છે, સ્વભાવે તો તું ભગવાન છો માટે તારા સ્વભાવની ઓળખાણ વડે તું તારી પર્યાયનું ગમારપણું ટાળ. પરંતુ જે પોતાની ભૂલને જ સ્વીકારે નહિ અને નિમિત્તાનો દોષ કાયા કરે તે પોતાની ભૂલને ટાળવાનો પ્રયત્ન કરે નહિ અને તેથી તેનું ગમારપણું ટળે નહિ. સમ્યગ્દર્શનના અભાવે મિથ્યાદષ્ટિપણે ગાંડા જેવો થઈને સ્વભાવને ભૂલ્યો અને નિમિત્તોની શ્રદ્ધા કરી પરંતુ સ્વસમ્મુખ થઈને પોતાની શ્રદ્ધા કરી નહિ તેથી જ અનંતસંસારમાં અવતાર કરીને દુઃખ ભોગવ્યું છે.
અમુક નિમિત્ત હોય તો આમ થાય અને અમુક નિમિત્ત હોય તો તેમ થાય” એ પ્રમાણે પરાધીનદષ્ટિ જ રાખી તેથી સુખ થયું નહિ, પરંતુ “સ્વતંત્ર છું, મારા ઉપાદાનથી હું મારું જે કરું તે થાય, મને રોકવા કોઈ સમર્થ નથી” આમ ઉપાદાનની સાચી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com