________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦.
મૂળમાં ભૂલ સાધુ થયો, ક્ષમા કરી, ભગવાન પાસે ગયો, શાસ્ત્રો ભણ્યો છતાં આત્માની રુચિ અને ભાન કર્યા વગર અનંત દુઃખી થઈને સંસારમાં રખડયો ઉપાદાનસ્વરૂપ આત્માનું ભાન પોતે ન કરે તો નિમિત્તો શું કરવા સમર્થ છે? જૈનનું દ્રવ્યલિંગ અને ભગવાન એ તો નિમિત્ત છે અને ખરેખર તો ક્ષમાનો શુભરાગ તેમજ શાસ્ત્રનું જ્ઞાન તે પણ નિમિત્ત છે. તે બધાં નિમિત્તો હોવા છતાં પોતાની ભૂલના કારણે જ જીવને સુખ થતું નથી. એક માત્ર સમ્યગ્દર્શન સિવાય બીજું કોઈ આ જીવને સુખી કરવા સમર્થ નથી.
જો નિમિત્ત જીવને સુખી ન કરતું હોય અને ઉપાદાનથી જ સુખ પ્રગટતું હોય તો, બધા જીવોના સ્વભાવમાં અવિનાશી સુખ તો ભર્યું છે- તેને તેઓ કેમ ભોગવતા નથી? આવો નિમિત્તનો પ્રશ્ન છે તેનો ઉત્તર ચાલે છે. ' અરે, ભાઈ ! બધા જીવોના સ્વભાવમાં અવિનાશી સુખ છે
એ વાત ખરી, પરંતુ એ તો શક્તિરૂપ છે, શક્તિનો ભોગવટો નથી; પરંતુ જે જીવો પોતાની શક્તિની સંભાળ કરે છે તેઓ જ તે સુખને ભોગવે છે. જો નિમિત્તથી સુખ પ્રગટતું હોય તો નિમિત્ત તો ઘણા જીવોને છે છતાં બધાને કેમ પ્રગટતું નથી?
અનંત સંસારમાં રખડતાં ઘણાં ભવોમાં આ જીવને *શુભ નિમિત્તો મળ્યાં પરંતુ એક પવિત્ર સમ્યગ્દર્શન વગર જીવ ગમારપણે સંસારમાં રખડી રહ્યો છે. જેને પોતાને
* શુભનિમિત્ત=સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર, કુદેવાદિ તો અશુભ નિમિત્ત છે, તેને
તો સુખના નિમિત્ત તરીકે પણ કહી શકાતા નથી. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને મરનાર પણ નિમિત્તના લક્ષે અટકે છે તેની વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com