________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૭૯ અંતરની રુચિના અભાવે ધર્મ ન સમજ્યો, નિમિત્તો હોવા છતાં તે ઉપાદાનની જાગૃતિ કરી નહિ તેથી સમ્યગ્દર્શન ન પામ્યો. ભાઈ રે! વસ્તુસ્વભાવ જ જ્યાં સ્વતંત્ર છે તો પછી નિમિત્તે તેમાં શું કરે? જો જીવ પોતે પોતાના સ્વભાવની ઓળખાણ કરે તો કોઈ નિમિત્તો રોકવા સમર્થ નથી અને જો જીવ પોતાના સ્વભાવની ઓળખાણ ન કરે તો કોઈ નિમિત્તો તેને ઓળખાણ આપવા સમર્થ નથી.
અનંતકાળથી સંસારમાં રખડતાં દરેક જીવ મોટો રાજા થયો અને સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ ચૈતન્યદેવ શ્રી અરિહંત ભગવાનની હીરાના થાળમાં કલ્પવૃક્ષના ફળ-ફૂલથી પૂજા કરતાં ઇન્દ્રોને જોયાં અને પોતે પણ સાક્ષાત ભગવાનની પૂજા કરી, પરંતુ જ્ઞાનસ્વભાવી, રાગરહિત પોતાના નિરાલંબન આત્મસ્વરૂપને સમજ્યો નહિ એટલે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નહિ તેથી જ ગમાર થઈને અજ્ઞાનીપણે અનંત સંસારમાં રખડયો. ભગવાન જુદા અને હું જાદો, મારા સ્વરૂપથી હું પણ ભગવાન જ છું આવી ઓળખાણ વગર ભગવાનની પૂજા કરે તો તેનાથી ધર્મનો લાભ થાય નહિ. કાંઈ ભગવાન કોઈને સમ્યગ્દર્શન આપી દે તેમ નથી, ધર્મ કોઈના આશીર્વાદથી મળતો નથી, માત્ર પોતાની ઓળખાણથી જ ધર્મ થાય છે, તે સિવાય બીજા કોઈ ઉપાયથી ધર્મની શરૂઆત થતી નથી.
હું આત્મા સ્વતંત્ર ભગવાન છું, કોઈ પરવસ્તુ મારું કલ્યાણ કરી દે તેમ નથી, મારી ઓળખાણ દ્વારા હું જ મારું કલ્યાણ કરું છું-આવું સમજ્યા વગર જૈનનો દ્રવ્યલિંગી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com