________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮
મૂળમાં ભૂલ હોય તો જીવ ધર્મ પામીને સુખી થાય પરંતુ જીવને સારાં નિમિત્ત નથી મળ્યા તેથી જ સુખ નથી અને નિમિત્તના અભાવમાં એક પછી એક દુઃખ ભોગવે છે, માટે સુખ લેવામાં જીવને નિમિત્તની મદદની જરૂર છે. આવી નિમિત્ત તરફની દલીલ છે.
ઉપરની દલીલનો ઉપાદાન જવાબ આપે છે:શુભ નિમિત્ત ઈહ જીવકો, મિલ્યો કઈ ભવસાર; પૈ ઈક સમ્યકદર્શ બિન, ભટકત ફિર્યો ગંવાર. ૩૭.
અર્થ - ઉપાદાન કહે છે-શુભ નિમિત્ત આ જીવને ઘણા ભવોમાં મળ્યું, પણ એક સમ્યગ્દર્શન વિના આ જીવ ગુમારપણે (અજ્ઞાનભાવે ) ભટકયા કરે છે. ૩૭.
આ દોહામાં નિમિત્તાધીન દષ્ટિવાળા જીવને ગમાર કહ્યો છે. જે જીવને સમ્યગ્દર્શન નથી તે ગમાર છે-અજ્ઞાની છે. પરમ સત્ય ભાષા છે. શ્રી સર્વજ્ઞ ભગવાનના પક્ષથી અને સ્વભાવની સાક્ષીથી અનંત સમ્યજ્ઞાનીઓ કહે છે કે હું ભાઈ ! જીવને સમ્યગ્દર્શન વગર જ સુખ નથી. પોતે જ પોતાના આખા સ્વભાવને ભૂલી ગયો અને પર સાથે સુખ-દુ:ખનો સંબંધ માન્યો તેથી જ જીવ રખડે છે, અને દુઃખી થાય છે. આ અનંત સંસારમાં રખડતા જીવને સારા-ઉત્કૃષ્ટ નિમિત્તો મળ્યાં, સાક્ષાત શ્રી તીર્થકર ભગવાન, તેમનું સમવસરણ જેમાં ઇન્દ્રો, ચક્રવર્તી, ગણધરો અને સંતો-મુનિઓના ટોળાં આવતાં એવી ધર્મસભા તથા દિવ્યધ્વનિનો ધોધમાર ઉપદેશ વરસતો હતો-આવા સર્વોત્કૃષ્ટ નિમિત્તો પાસે અનંતવાર જઈને બેઠો અને ભગવાનની દિવ્ય વાણી સાંભળી છતાં પણ તું તારી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com