________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
સમજણથી પરાધીનદષ્ટિનો નાશ કરતાં જ જીવને પોતાના સુખનો વિલાસ (ભોગવટો) થાય છે. માટે હું નિમિત્ત! એક ઉપાદાનની જાગૃતિથી જ જીવને સુખ થાય છે, જીવને સુખી થવામાં નિમિત્તોની કાંઈ જ મદદ નથી. જેમ ચક્રવર્તી પુરુષ હોય ત્યાં પટાવાળા હાજર જ હોય, પરંતુ તે પુરુષનું ચક્રવર્તીપણું કાંઈ પટાવાળાને લીધે નથી, તેમ જીવ જ્યારે પોતાની જાગૃતિથી સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરી સુખી થાય ત્યારે નિમિત્તો હાજર સ્વયં હોય છે પરંતુ જીવના સુખના તેઓ કર્તા નથી. જીવ પોતે જો સાચી સમજણ ન કરે તો કાંઈ નિમિત્તો તેને સુખી કરવા સમર્થ નથી.
૮૨
સાચા નિમિત્ત મળ્યા વગર સમ્યજ્ઞાન ન થાય એટલું એક પડખું નિમિત્તનું બરાબર છે, એટલે કે જીવ પોતે જ્યારે જ્ઞાન કરે ત્યારે સાચા નિમિત્તોની હાજરી હોય છે–આટલું બરાબર છે પરંતુ બીજા સાચાં પડખાનું જ્ઞાન તે (નિમિત્ત દૃષ્ટિવાળો) છોડી દે છે કે–જો પોતે ન સમજે અને જ્ઞાન ન પ્રગટાવે તો સત્ સમાગમ વગેરેનો સંયોગ કાંઈ જ કરવા સમર્થ નથી. માટે ક્યારેય કોઈ પણ કાર્ય નિમિત્તથી થતું જ નથી, બંધાય કાર્યો સદાય ઉપાદાનથી જ થાય છે, તેથી સુખ પણ ઉપાદાનની જાગૃતિ વડે સમ્યગ્દર્શનથી જ થાય છે.
આ રીતે, સુખ જીવના સમ્યગ્દર્શનથી જ પ્રગટી શકે છે એવી ઉપાદાનની વાત પાત્ર જીવોએ સમજીને સ્વીકારી અને નિમિત્તની હાર થઈ. જિજ્ઞાસુ પાત્ર જીવ ઉપાદાન-નિમિત્તના સંવાદ ઉપરથી એક પછી એક વાતનો નિર્ણય કરતો આવે છે અને નિર્ણયપૂર્વક સ્વીકાર કરે છે. આ પ્રમાણે અહીં સુધી તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com