________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા
૧૬૧ કારણ છે, આમ હોવા છતાં માટીને ઘડાનું ઉપાદાનકારણ કહેવાનો હેતુ એ બતાવવાનો છે કે ઘડો થવા માટે માટીમાં જેવી સામાન્ય લાયકાત છે તેવી લાયકાત બીજા પદાર્થોમાં નથી. માટીમાં ઘડો થવાની વિશેષ લાયકાત તો જે સમયે ઘડો થયો તે સમયે જ છે, ત્યાર પહેલાં તેનામાં ઘડો થવાની વિશેષ લાયકાત નથી; માટે વિશેષ લાયકાત જ ખરું ઉપાદાનકારણ છે. આ વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે જીવમાં લાગુ પાડીએ, સમ્યગ્દર્શન પ્રગટવાની સામાન્ય લાયકાત તો દરેકે દરેક જીવમાં છે, જીવ સિવાય અન્ય કોઈ દ્રવ્યોમાં તેવી સામાન્ય લાયકાત નથી; સમ્યગ્દર્શનની સામાન્ય લાયકાત (શક્તિ) તો બધા જીવોમાં છે પણ વિશેષ લાયકાત તો ભવ્ય જીવોને જ હોય છે, ને તેમ જ ભવ્ય જીવ જ્યાં સુધી મિથ્યાદષ્ટિ રહે ત્યાં સુધી તેને પણ સમ્યગ્દર્શનની વિશેષ લાયકાત નથી. વિશેષ લાયકાત તો જે સમયે જીવ પુરુષાર્થથી સમ્યગ્દર્શન પ્રગટ કરે તે સમયે જ હોય છે. સામાન્ય લાયકાત તે દ્રવ્યરૂપ છે ને વિશેષ લાયકાત તે પર્યાયરૂપ છે; સામાન્ય લાયકાત કાર્ય પ્રગટવાનું ઉપાદાનકારણ નથી. પણ વિશેષ લાયકાત જ ઉપાદાનકારણ છે.
૫૫. ચારિત્રદશા અને વસ્ત્ર સંબંધી ખુલાસો.
પ્રશ્ન- “ચારિત્રદશા પ્રગટે તેને કારણે વસ્ત્ર છૂટતાં નથી પણ વસ્ત્રના પરમાણુઓની લાયકાતથી જ તે છૂટે છે” એમ કહ્યું, પરંતુ કોઈ જીવને ચારિત્રદશા પ્રગટે અને વસ્ત્રમાં છૂટવાની લાયકાત ન હોય તો સવસ્ત્રમુક્તિ થઈ જશે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com