________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૫
ઉપાદાન-નિમિત્ત દોહરા વસ્તુસ્વભાવને જાણતા નથી તેથી તેઓ સંયોગોને જોનારા છે અને વસ્તુનું કાર્ય સ્વતંત્ર થાય છે તેને બદલે તેઓ સંયોગાધીનનિમિત્તાધીન કાર્ય માને છે; આ કારણે તેમને સંયોગમાંથી એકત્વબુદ્ધિ ખસતી નથી અને સ્વ-પર ભેદજ્ઞાન થતું નથી. અહીં ઉપાદાન અને નિમિત્તની સ્વતંત્રતા બતાવીને ભેદજ્ઞાનનો ઉપાય દર્શાવે છે. આખા જગતના ઘણા જીવો ઉપાદાન નિમિત્તનું સ્વરૂપ સમજ્યા વગર ખીચડો કરે છે કે નિમિત્તમાં કાંઈક વિશિષ્ટતા છે. કોઈ વાર નિમિત્તની અસર થઈ જાય છે, કોઈવાર નિમિત્તની મુખ્યતાથી કાર્ય થાય છે આ બધી માન્યતા અજ્ઞાન છે.
ઉપાદાન બલ જહું, તહાં નહિં નિમિત્ત કો દાવ, એક ચક્ર સો રથ ચલે, રવિ કો યહૈ સ્વભાવ. ૫.
અર્થ- જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે, નિમિત્તનો દાવ નથી અર્થાત્ નિમિત્ત કાંઈ કરતું નથી; સૂર્યનો એવો જ સ્વભાવ છે કે તેનો રથ એક ચક્રથી ચાલે છે (તેમ વસ્તુનો એવો જ સ્વભાવ છે કે એકલા ઉપાદાનની તાકાતથી જ કાર્ય થાય છે) ૫.
જ્યાં દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવથી જ કાર્ય કરે છે ત્યાં તેના સ્વભાવમાં પરવસ્તુ શું કરે? દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવમાં જ પરિણમી રહી છે, કોઈ વસ્તુ અન્ય વસ્તુના ભાવમાં પરિણમતી નથી. ઉપાદાન પોતે પોતાના ભાવમાં પરિણમે છે. પોતાની પર્યાયનું કાર્ય કરવામાં દરેક વસ્તુનું ઉપાદાન પોતે જ બળવાન છે, તેમાં નિમિત્તનું કાંઈ કાર્ય નથી. આમાં દષ્ટાંત પણ કુદરતી વસ્તુનું આપ્યું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com