________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૪૧ મુક્તિમાં નથી જતા? મુક્તિમાં જતાં કોણ તેને રોકે છે? જીવોને સારું નિમિત્ત નથી મળતું તેથી તેઓ મુક્તિમાં જતા નથી. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, સારું ક્ષેત્ર, નીરોગી શરીર અને સાક્ષાત ભગવાનની હાજરી એ બધાય નિમિત્તો સારાં મળે તો જીવને ધર્મ થાય. આંખોથી ભગવાનના દર્શન અને શાસ્ત્રનું વાંચન થઈ શકે છે માટે આંખ ધર્મમાં મદદગાર થઈને? અને કાન છે તો ઉપદેશ સંભળાય છે ને! જો કાન ન હોય તો શું ઉપદેશ સંભળાય? માટે કાન પણ મદદગાર થયા આ રીતે ઇન્દ્રિય વગેરેની સામગ્રી સારી હોય તો જીવની મુક્તિ થાય. એકેન્દ્રિય જીવને પણ ઉપાદાન તો છે તો પછી તે કેમ મુક્તિ પામતા નથી? તેને ઇન્દ્રિય વગેરે સામગ્રી સારી નથી માટે તે મુક્તિ પામી શકતા નથી, તેથી નિમિત્તનું જ જોર છે.”
જુઓ! નિમિત્તની દલીલ! ! ! એકલી સંયોગ તરફની જ વાત લીધી છે, ક્યાંય પણ આત્માનું તો કાર્ય લીધું જ નથી. પરંતુ હવે ઉપાદાન તેનો જવાબ વાળતાં એકલા આત્મા તરફથી વાત લેશે. બધુંય ભલે હો પણ જો આત્મા પોતે ન જાગે તો તેની મુક્તિ થતી નથી-એ મતલબે ઉપાદાન હવે ઉત્તર આપે છે:
ઉપાદાન સુ અનાદિકો, ઉલટ રહ્યો જગમાંહિ; સુલટત હી સૂધે ચર્લે, સિદ્ધલોક કો જાહિં. ૧૯
અર્થ:- ઉપાદાન કહે છે-જગતમાં ઉપાદાન અનાદિથી ઊલટું થઈ રહ્યું છે, સુલટું થતાં સાચું જ્ઞાન અને ચારિત્ર થાય છે અને તેથી તે સિદ્ધલોકમાં જાય છે-મોક્ષ પામે છે. ૧૯.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com