________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
મૂળમાં ભૂલ ' અરે નિમિત્ત! ઉપાદાન તો બધા આત્મામાં અનાદિથી છે
એ ખરું, પરંતુ તે ઉપાદાન પોતાના ઊંધા ભાવે સંસારમાં અટકયું છે, કોઈ નિમિત્તે તેને રોકયું નથી. નિગોદદશામાં જીવ ધર્મ પામી શકતો નથી ત્યાં પણ તે પોતાના જ ઊંધા ભાવને કારણે જ્ઞાનશક્તિ હારી ગયો છે; “ઇન્દ્રિયો નથી માટે જ્ઞાન નથી' –એમ નથી પરંતુ “પોતામાં જ જ્ઞાનશક્તિ હણાઈ ગઈ છે માટે નિમિત્ત પણ નથી” આમ ઉપાદાન તરફથી લેવાનું છે. સારા કાન અને સારી આંખ મળે તેથી શું? કાને ઉપદેશ પડવા છતાં જો ઉપાદાન ન જાગે તો તે ધર્મ સમજે નહિ; તેમ જ સારી આંખ હોય અને શાસ્ત્રોના શબ્દો વંચાય પરંતુ જો ઉપાદાન પોતાની જ્ઞાનશક્તિથી ન સમજે તો તેને ધર્મ થાય નહિ. આંખથી અને શાસ્ત્રથી જો ધર્મ થતો હોય તો મોટી આંખોવાળા પાડા પાસે પોથાં મૂકી ને? સારાં નિમિત્ત હોવા છતાં તે કેમ નથી સમજતો ? ઉપાદાનમાં જ શક્તિ નથી તેથી તે સમજતો નથી; કર્મ વગેરે કોઈનું જોર આત્મા ઉપર છે જ નહિ. ઉપાદાન અનાદિથી હોવા છતાં આત્મા પોતે અભાન દશામાં પોતાના ઊંધા પુરુષાર્થથી અટકયો છે, જ્યારે આત્મભાના કરી સવળો થાય ત્યારે તે મુક્તિ પામે છે. નિમિત્તના અભાવે મુક્તિનો અભાવ નથી, પરંતુ ઉપાદાનની જાગૃતિના અભાવે મુક્તિનો અભાવ છે.
નિમિત્ત કહે છે કે એક કામમાં ઘણાની જરૂર પડે છે, ઉપાદાન કહે છે કે ભલે બધું હોય પણ જો એક ઉપાદાન ન હોય તો કોઈ પણ કાર્ય થાય નહિ.
નિમિત્ત- એકલા લોટથી શું રોટલી થઈ જાય?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com