________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
મૂળમાં ભૂલ જીવ પૂર્વે પામ્યો નથી. કેમકે જો પૂર્વે ધર્મ પામ્યો હોત તો અત્યારે આવો સંસાર ન હોય માટે મનુષ્ય શરીર જીવને ધર્મ પામવામાં કિંચિત્ પણ મદદગાર નથી.
પ્રશ્ન- આપણે તો ધર્મ કરવો છે તેમાં આટલું બધું સમજવાનું શું કામ છે? આ સમજીને શું કરવું?
ઉત્તર- ભાઈ ! સ્વ કોણ ને પર કોણ તેના નિર્ણય વગર ધર્મ ક્યાં કરીશ! ઉપાદાન અને નિમિત્ત બન્ને સ્વતંત્ર ભિન્ન ભિન્ન વસ્તુઓ છે એમ સમજીને, પરવસ્તુ આત્માને લાભનુકશાનનું કારણ છે એવી મિથ્યા માન્યતા કાઢી નાખવી જોઈએ. આત્મા જ પોતે પોતાને લાભ-નુકશાન કરે છે એવી સ્વાધીન દષ્ટિ થતાં અસંયોગી આત્મસ્વભાવની સાચી ઓળખાણ થાય છે તે જ ધર્મ છે અને તે જ આત્મકલ્યાણ છે. આ વાત સમજ્યા વગર જીવ ગમે તેમ કરે તો પણ તેનું કલ્યાણ થાય નહિ.
હવે, “નિમિત્તના અભાવે જીવનો મોક્ષ અટકયો છે” એવી દલીલ નિમિત્ત કરે છે:
ઉપાદાન સબ જીવ પૈ, રોકન હારો કૌન; જાતે કયોં નહિ મુક્તિ મેં, બિન નિમિત્ત કે હોન. ૧૮
અર્થ- નિમિત્ત કહે છે-ઉપાદાન તો બધા જીવોને છે તો પછી તેને રોકનારો કોણ છે? મુક્તિમાં કેમ જતા નથી? નિમિત્ત નથી મળતું તેથી તેમ થાય છે. ૧૮.
નિમિત્ત કહે છે-“હે ઉપાદાન! જો ઉપાદાનની શક્તિથી જ બધા કામ થાય છે તો ઉપાદાન તો બધા જ જીવોમાં છે. બધા જીવોમાં સિદ્ધશક્તિ પડી છે તો તે બધા જીવો કેમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com