________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
3८
મૂળમાં ભૂલ હે ઉપાદાન! તેને તું તારા અંતરમાં વિચારી જો. શું કાંઈ દેવ કે નરકાદિ ભવમાં મુક્તિ થાય ? ન જ થાય, માટે મનુષ્ય શરીર જ મુક્તિમાં કંઈક મદદ કરનારું છે. ભાઈ ! આત્માને મુક્ત થવામાં કોઈક ચીજની મદદની તો જરૂર પડે જ પડે. સો હળવાળાને પણ એક હળવાળાની કોઈક વાર જરૂર પડે; માટે આત્માને મુક્તિ માટે તો ચોક્કસ આ માનવદેહની મદદ જોઈએ.
નિમિત્ત બિચારો પોતાનું બધું જોર ભેગું કરીને દલીલ કરે છે પરંતુ ઉપાદાનનો એક નનૈયો તે બધાને હણી નાખે છે. ઉપાદાન કહે છે કે:
દેહ પીંજરા જીવકો, રોકે શિવપુર જાત;
ઉપાદાનકી શક્તિસો, મુક્તિ પ્રેત રે ભ્રાત. ૧૭
અર્થ:- ઉપાદાન નિમિત્તને કહે છે કે અરે ભાઈ! દેહનું પિંજરું તો જીવને શિવપુર (મોક્ષ) જતાં રોકે છે; પણ ઉપાદાનની શક્તિથી મોક્ષ થાય છે. ૧૭.
નોંધઃ- દેહનું પિંજરું જીવને મોક્ષ જતાં રોકે છે એમ અહીં કહ્યું છે તે વ્યવહારકથન છે, જીવ શરીર ઉપર લક્ષ કરી રાપણાની પક્કડ કરી પોતે વિકારમાં રોકાય છે ત્યારે શરીરનું પિંજરું જીવને રોકે છે એમ ઉપચારથી કહેવાય છે.
હે નિમિત્ત! મનુષ્યદેહ જીવને મોક્ષ માટે મદદ કરે એમ તું કહે છે, પણ ભાઈ ! દેહ, ઉપરનું લક્ષ તો ઊલટું જીવને મોક્ષ જતાં અટકાવે છે; કેમકે શરીરના લક્ષે તો રાગ જ થાય છે અને રાગ જીવની મુક્તિ અટકાવે છે, એટલે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com