________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા
૧૩૫
નિયતવાદને માને છે એટલે કે જેમ થવાનું હશે તેમ થશે-એમ માને છે, પરંતુ નિયતવાદના નિર્ણયમાં પોતાનું જે જ્ઞાન અને પુરુષાર્થ આવે છે તેનો સ્વીકાર કરતો નથી અર્થાત્ સ્વભાવ તરફ ઢળતો નથી તે મિથ્યાદષ્ટિ છે; અને આ મિથ્યા નિયતવાદ તે ગૃહીત મિથ્યાત્વનો ભેદ છે તેથી તે ગૃહીત મિથ્યાદષ્ટિ છે.
૨૦. સમ્યક્ નિયતવાદમાં પુરુષાર્થ વગેરે પાંચે સમવાય એક સાથે છે.
જે અજ્ઞાનીઓ યથાર્થ નિર્ણય ન કરી શકે તેમને એમ લાગે કે આ તો એકાંત નિયતવાદ થઈ જાય છે. પરંતુ આ નિયતવાદનો યથાર્થ નિર્ણય કરતાં તો પોતાના કેવળજ્ઞાનનો નિર્ણય થઈ જાય છે. ગુરુ, શિષ્ય, શાસ્ત્ર, વગેરે બધાય પદાર્થોની જે સમયે જે લાયકાત હોય તે જ પર્યાય થાય છે એમ નક્કી કર્યું, એટલે પોતે તેનો જાણનાર રહી ગયો; જાણવામાં વિકલ્પ નહિ; અસ્થિરતાનો જે વિકલ્પ ઊઠે તેનો કર્તા નહિ. એ રીતે ક્રમસર પર્યાયની શ્રદ્ધા થતાં દ્રવ્યદૃષ્ટિ થઈને રાગનું કર્તાપણું ઊડી જાય છે. આવા સમ્યક્ નિયતવાદની શ્રદ્ધામાં જ પાંચે સમવાય એકસાથે સમાઈ જાય છે. પ્રથમ તો સ્વભાવનું જ્ઞાન અને શ્રદ્ધા કરી તે પુરુષાર્થ, તે જ સમયે જે નિર્મળ પર્યાય પ્રગટવાનું નિયત હતું તે જ પર્યાય પ્રગટી છે–તે નિયતિ, તે સમયે જે પર્યાય પ્રગટી તે જ સ્વકાળ, જે પર્યાય પ્રગટી તે સ્વભાવમાં હતી-તે જ પ્રગટી છે તેથી તે સ્વભાવ, અને તે વખતે પુદ્દગલ કર્મનો સ્વયં અભાવ હોય છે તે અભાવરૂપ નિમિત્ત; અને સદ્દગુરુ વગેરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com