________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૧૩૬
હોય તે સદ્ભાવરૂપ નિમિત્ત છે, ક્રમબદ્ધ-પર્યાય જ થાય છે એની શ્રદ્ધા કરતાં અથવા તો સમ્યક્ નિયતવાદનો નિર્ણય કરતાં જીવ જગતનો સાક્ષી થઈ જાય છે. આમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ સમાય છે, આ જૈનદર્શનનું મૂળભૂત રહસ્ય છે.
૨૧. સમ્યક્ નિયતવાદ ને મિથ્યા નિયતવાદ.
ગોમ્મટસાર કર્મકાંડ ગાથા ૮૮૨ માં જે નિયતવાદી જીવને ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યો છે તે જીવ તો નિયતવાદની વાત કરે છે પણ પોતાના જ્ઞાનમાં જ્ઞાતાદષ્ટાપણાનો પુરુષાર્થ કરતો નથી. જો સમ્યનિયતવાદનો યથાર્થ નિર્ણય કરે તો સ્વભાવનો જ્ઞાતા દષ્ટાપણાનો પુરુષાર્થ તેમાં આવી જ જાય છે. પણ તે જીવ તો એકલા પર લક્ષે જ નિયતવાદ માની રહ્યો છે અને નિયતવાદના નિર્ણયમાં પોતાનું જે જ્ઞાન અને પુરુષાર્થ કાર્ય કરે છે તેને તે સ્વીકારતો નથી તેથી તે જીવ મિથ્યા નિયતવાદી છે અને તેને જ ગૃહીત મિથ્યાત્વી કહ્યો છે. નિયતવાદનો સમ્યનિર્ણય તે તો ગૃહીત તેમ જ અગૃહીત મિથ્યાત્વનો નાશ કરનાર છે. સમ્યક્ નિયતવાદ કહો કે સ્વભાવ કહો, તેમાં તે દરેક સમયની પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ થઈ જાય છે. જો આ ન્યાય જીવ બરાબર સમજે તો ઉપાદાન-નિમિત્ત સંબંધી બધા ગોટાળા પણ ટળી જાય. કેમ કે–જે વસ્તુમાં જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે, તો પછી ‘અમુક નિમિત્ત જોઈએ અથવા અમુક નિમિત્ત વગર ન થાય' એવી વાતને અવકાશ જ ક્યાં છે? સમ્યક્ નિયતવાદનો નિર્ણય કરવામાં પુરુષાર્થ આવે છે, સાચી શ્રદ્ધા
k
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com