________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૪૫ કરતાં સાધક દશામાં રાગના કારણે ઊંચા પુણ્ય બંધાઈ જાય અને એ પુણ્યના ફળમાં બાહ્યમાં ધર્મની પૂર્ણતાના નિમિત્તો મળે, પરંતુ જાગૃત થયેલો સાધક જીવ તે પુણ્યના લક્ષમાં ન રોકાતા સ્વભાવમાં આગળ વધતો વધતો પુરુષાર્થની પૂર્ણતા કરીને મોક્ષ પામે છે. ઉપાદાન મોક્ષ પામે ત્યાં બાહ્ય નિમિત્તો તો એમ ને એમ પડ્યાં રહે છે, તે કાંઈ ઉપાદાન સાથે જતાં નથી આ રીતે પુરુષાર્થની પૂર્ણતા વડે મોક્ષ થાય છે.
જીવ અનાદિથી ઊંધું સમજ્યો તે ખોટા દેવ-ગુરુ-શાસ્ત્રના કારણે નહિ પણ પોતાના અણસમજણરૂપ ભાવને લીધે જ ઊંધું સમજીને રખડ્યો છે તેમ જ જીવ સાચી સમજણ પોતે જ કરે છે, કાનથી-આંખથી કે દેવ-ગુરુ-શાત્રથી જીવને સાચી સમજણ થતી નથી. જો તે કાન વગેરેથી સમજણ થતી હોય તો જેને જેને તે નિમિત્તો મળે તે બધાને એક સાથે સમજણ થઈ જવી જોઈએપરંતુ એમ તો થતું નથી; માટે મોક્ષ અને સંસાર, જ્ઞાન અને અજ્ઞાન, કે સુખ અને દુઃખ એ બધું ઉપાદાનથી જ થાય છે. આ રીતે જીવને લાભ-નુકશાનમાં કોઈ પણ પરનું કિંચિત્ કારણ નથી. એમ સચોટપણે સિદ્ધ કરીને, “નિમિત્તનું કાંઈ પણ જોર છે' એવી મિથ્યા માન્યતારૂપ અજ્ઞાનને સોઈ ઝાટકીને કાઢી નાખ્યું.
હવે નિમિત્ત નવી દલીલ કરે છેકહું અનાદિ વિન નિમિત્ત હી, ઉલટ રહ્યો ઉપયોગ; ઐસી બાત ન સંભવૈ, ઉપાદાન તુમ જોગ. ૨૦
અર્થ - નિમિત્ત કહે છે-શું અનાદિથી નિમિત્ત વગર જ ઉપયોગ [ જ્ઞાનનો વ્યાપાર] ઊલટો થઈ રહ્યો છે? –એવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com