________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
કાર્યમાં ઉપાદાન-નિમિત્તના કેટલા ટકા ?
૧૯૧
ઉત્તર:- પર્યાય ઉપાદાનકારણ ન હોય પણ દ્રવ્ય જ ઉપાદાનકારણ હોઈ શકે-એ માન્યતા બરાબર નથી. દ્રવ્યાર્થિકનયથી ઉપાદાનકારણ દ્રવ્ય છે આ વાત બરાબર છે, કેમકે દરેક પર્યાય દ્રવ્ય અને ગુણનું જ પરિણમન છે. તે એટલું બતાવે છે કે આ પર્યાય આ દ્રવ્યની છે. દષ્ટાંતઃ- માટીમાં ઘડો થવાની સદા લાયકાત છે એમ બતાવવું તે વ્યાર્થિકનયે છે, એટલે કે માટીનો ઘડો માટીમાંથી જ થઈ શકે, બીજા દ્રવ્યમાંથી ન થઈ શકે. પણ પર્યાયાર્થિકનયે એટલે કે જ્યારે પર્યાયની યોગ્યતા બતાવવી હોય ત્યારે દરેક સમયની પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ છે અને તે પર્યાય પોતે કાર્ય છે. સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે તો કારણ-કાર્ય એક જ સમયે હોય છે. (જુઓ તત્ત્વાર્થસાર મોક્ષ અધિકાર ગાથા ૩૫ તથા તેનો અર્થ પૃ. ૪૦૭) આનો અર્થ એવો છે કે દરેક સમયે દરેક દ્રવ્યમાં એક જ પર્યાય થવાની લાયકાત હોય છે, પણ તેની પહેલાંના સમયની કે પછીની પર્યાયમાં તે લાયકાત હોતી નથી. આ કથન પર્યાયાર્થિકનયે સમજવું
આ સંબંધમાં શ્રી પ્રવચનસાર અ. ૨. ગાથા. ૭ ની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ટીકા ઘણી ઉપયોગી છે, તે અહીં વાંચવી. તેમાં છેલ્લી ચાર લીટી (પૃ. ૧૩૫-૩૬) અભ્યાસ કરવા યોગ્ય છે. તેમાં લખ્યું છે કે-તથૈવ દિ પરિગૃહીત નિત્યવૃત્તિનિવર્તમાને દ્રવ્ય समस्तेष्वपि स्वावसरेषुच्चकासत्सुपरिणामेषूत्तरोत्तरष्ववपसरेषूत्तत्तरपरिणामानुदयनानापूर्वपूर्व- परिणामानामनुदयनात् सर्वत्रापि परस्परानुयूतिसूत्रकस्य प्रवाहस्यावस्थानात्त्रैत्क्षण्यं
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com