________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
अपना अस्तित्व कालमें उपादानकारणके रहते हुए, उपादानकारणको कार्यरुप परिणत करा देवे उसका नाम સહારીભારળ અર્થાત્ નિમિત્તારળ હૈં' આવી નિમિત્તની વ્યાખ્યા કરે તો તે તદ્દન ખોટી છે એમ ઉપરના કથનથી બરાબર સિદ્ધ થાય છે. જો નિમિત્તકા૨ણ પોતામાં રહીને ઉપાદાનને કાર્યરૂપ પરિણમાવી દે તો તે નિમિત્ત પોતે જ કર્તા ઠરે, તો પછી ઉપાદાન દ્રવ્યે પોતાની અવસ્થામાં શું કર્યું? શું ઉપાદાન કાર્ય વગરનું રહ્યું? જો કાર્યનો અભાવ માનવામાં આવે તો કાર્ય વગર કારણનો (ઉપાદાનનો ) પણ અભાવ થઈ જાય... અને મોટો દોષ આવી પડે.
૧૯૦
66
ઉપાદાનનું કાર્ય ૫૦ ટકા અને નિમિત્તનું કાર્ય ૫૦ ટકા એમ પણ નથી; કેમકે કાર્યરૂપે ઉપાદાન દ્રવ્ય પરિણમે છે, નિમિત્તનો કોઈ પણ અંશ ઉપાદાનના કાર્યરૂપે પરિણમતો નથી. વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી; ઉપાદાન વસ્તુ પોતે પોતાની શક્તિથી કાર્યરૂપે પરિણમતી હોવાથી કોઈ ૫૨ પરિણમાવનારની અપેક્ષા તેને નથી. એટલે ઉપાદાન પોતે પોતામાં સ્વતંત્રપણે સો એ સો ટકા કાર્ય કરે છે, નિમિત્ત નિમિત્તમાં સો એ સો ટકા કરે છે, પરંતુ ઉપાદાનમાં નિમિત્ત એકે ટકો કાર્ય કરી શકતું નથી. આ પ્રમાણે બન્ને વસ્તુઓ સંપૂર્ણ સ્વાધીન છે.
પર્યાયને ઉપાદાન કહેવા સંબંધી
પ્રશ્ન:- દ્રવ્ય જ ઉપાદાનકારણ હોઈ શકે, પર્યાય નહિ એ માન્યતા બરાબર છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com