________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
મૂળમાં ભૂલ પ્રસિદ્ધમવતરતિા' તેનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. (ગુજરાતી પ્રવ. પા. ૧૬૬ )
જેણે નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે. એવા રચાતા (પરિણમતા) દ્રવ્યને વિષે, પોતપોતાના અવસરોમાં પ્રકાશતા (પ્રગટતા) સમસ્ત પરિણામોમાં, પછી પછીના અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થતાં હોવાથી અને પહેલાં પહેલાંના પરિણામો નહીં પ્રગટ થતા હોવાથી તથા બધે ય પરસ્પર અનુસ્મૃતિ રચનારો પ્રવાહ અવસ્થિત (ટકતો ) હોવાથી ત્રિલક્ષણપણે પ્રસિદ્ધિ પામે છે.'
વળી શ્રી પ્રવચનસાર અ. ૧ ગા. ૮ ની સંસ્કૃત ટીકામાં ૧૦ મા પાને શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે–ત પુનરુપીવાના कारणं शुद्धाशुद्धभेदेन द्विधा। रागादिविकल्परहितस्वसंवेदनज्ञानमागमभाषया शुक्लध्यानं वा केवलज्ञानोत्पत्तौ शुद्धोपादानकारणं भवति। अशुद्धात्मा तु रागादिनामशुद्धनिश्चयेनाशुद्धोपादानकारणं મવતીતિ સૂત્રાર્થ: તેનો અર્થ આ પ્રમાણે છે
વળી તે ઉપાદાનકારણ પણ શુદ્ધ અને અશુદ્ધ એવા બે પ્રકારના છે. રાગાદિ વિકલ્પ રહિત સ્વસંવેદનશાન અથવા આગમભાષામાં શુક્લધ્યાન તે કેવળજ્ઞાન ઉત્પત્તિનું શુદ્ધ ઉપાદાનકારણ છે. અને રાગાદિરૂપે પરિણમતો અશુદ્ધ આત્મા અશુદ્ધ નિશ્ચયથી અશુદ્ધ ઉપાદાનકારણ છે. આ પ્રમાણે સૂત્રાર્થ છે” અહીં શુદ્ધ પર્યાયને તથા અશુદ્ધ પર્યાયને બન્નેને ઉપાદાનકારણ કહ્યાં છે.
વળી શ્રી સમયસાર ગા. ૧૦૨ ની ટીકામાં શ્રી જયસેનાચાર્ય કહે છે કે (પૃ. ૧૬૭-૮) “હે ભવન રવિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com