________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાર્યમાં ઉપાદાન-નિમિત્તના કેટલા ટકા?
૧૯૩ नामशुद्धोपादानरूपेण कर्तृत्वं भणितं तदुपादानं शुद्धाशुद्धभेदेन कथं द्विधा भवतीति। तत्कथ्यते –औपाधिकमुपादानमशुद्धम् तप्तायः पिंडवत्, निरुपाधिरूपमुपादानं शुद्धं पीतत्वादिगुणानां सुवर्णवत् अनंतज्ञानादिगुणाना सिद्धजीववत् उष्णत्वादि गुणानामग्निवत्। इदं व्याख्यानमुपादानकारणव्याख्यानकाले શુદ્ધીશુદ્ધોપાવીરુપેણ સર્વત્ર સ્મરણીયનિતિ ભાવાર્થ: તેનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે “અહીં શિષ્ય પૂછે છે તેનો કે હે ભગવાન! જીવને રાગાદિનો કર્તા અશુદ્ધ ઉપાદાનરૂપે કહ્યો તો ઉપાદાન શુદ્ધ અને અશુદ્ધ એવા ભેદથી બે પ્રકારનું કઈ રીતે છે? શ્રીગુરુ તેનું સમાધાન કરે છે કે–તપેલા લોઢાના ગોળાની જેમ જે ઔપાધિક ઉપાદાન છે તે અશુદ્ધ ઉપાદાન છે અને જેમ સોનામાં પીળાશ વગેરે ગુણો છે, જેમ સિદ્ધ જીવમાં અનંત જ્ઞાન વગેરે ગુણો છે તથા જેમ અગ્નિમાં ઉષ્ણતા વગેરે ગુણો છે તેમ જ નિરૂપાધિભાવરૂપ ઉપાદાન છે તે શુદ્ધ ઉપાદાન છે. ઉપાદાનકારણની વ્યાખ્યા વખતે શુદ્ધ અને અશુદ્ધ ઉપાદાનરૂપે આ વ્યાખ્યાન બધી જગ્યાએ યાદ કરવું. આ ભાવાર્થ છે.'
અહીં આચાર્યદવે શુદ્ધ અને અશુદ્ધ પર્યાયને ઉપાદાનકારણ કહ્યું છે, અને સર્વ જગ્યાએ એમ સમજવાની ભલામણ પણ કરી છે.
વળી એ જ પ્રમાણે શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ ઉપાદાનકારણની વ્યાખ્યા સમયસાર ગા. ૮૦-૮૧-૮૨ ની ટીકામાં પણ તેઓશ્રીએ કરી છે, ત્યાંથી સમજી લેવું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com