________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
મૂળમાં ભૂલ
સંસારનું કા૨ણ
હું પરની ક્રિયામાં નિમિત્ત થાઉં ત્યારે પ૨ની ક્રિયા થાય છે–એમ જેની માન્યતા છે તે મિથ્યાદષ્ટિ છે. ૫૨ વસ્તુની ક્રિયા તેનાથી સ્વયં થાય છે, તે તેનો નિશ્ચય છે અને તેમાં બીજાનું નિમિત્ત તે વ્યવહાર છે. નિશ્ચયના જ્ઞાન વગર વ્યવહારનું પણ સાચું જ્ઞાન હોય નહિ. હું પરને નિમિત્ત થઈ શકું એટલે કે હું નિમિત્ત થઈને બીજાને સાચું સમજાવી દઉં–એવી માન્યતામાં તો વ્યવહારથી નિશ્ચય આવ્યો, એટલે કે પરાશ્રયબુદ્ધિરૂપ મિથ્યાભાવ આવ્યો. ૫૨વસ્તુનું કાર્ય તેનાથી જ સ્વયં થાય છે, હું નિમિત્ત થાઉં–એવી અપેક્ષા તેને નથી-એમ નિશ્ચયનું જ્ઞાન સાથે રાખીને, જે વખતે જે નિમિત્ત હોય તેનું જ્ઞાન કરે તો તેમાં નિશ્ચયપૂર્વકનો વ્યવહાર આવ્યો, ત્યાં પરાશ્રયની બુદ્ધિ ન રહી. ‘હું પરનો કર્તા છું' એવી બુદ્ધિ અથવા તો ‘હું નિમિત્ત થઈને બીજાને સમજાવી દઉં' એવી બુદ્ધિ, અને ‘વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે ’ એવી બુદ્ધિ–એ ત્રણે સમાન છે, ત્રણે અજ્ઞાન છે.
‘હું બીજાને સમજાવું' એવી રાગની વૃત્તિ ઊઠી, પણ તે રાગને વ્યવહાર ક્યારે કહેવો ? અથવા તેને નિમિત્ત ક્યારે કહેવું ? સામા જીવની સમજવાની દશા તેના પોતાથી થાય છે તે તેનો નિશ્ચય છે; જ્યારે તે જીવ પોતે પોતાથી સમજ્યો ત્યારે તેને માટે તે નિશ્ચય પ્રગટયો, અને ત્યારે તે જીવ એમ કહે કે મને અમુક નિમિત્ત હતું, એ વ્યવહાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com