________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૫
સંસારનું કારણ છે. એ રીતે નિશ્ચયપૂર્વક વ્યવહાર છે, આ તો જે રાગ થયો તેને પરમાં નિમિત્ત ક્યારે કહેવાય તેની વાત કરી.
હવે, જે રાગ થયો તે રાગને પોતામાં નિશ્ચયનું નિમિત્ત ક્યારે કહેવાય ? અર્થાત રાગને વ્યવહાર ક્યારે કહેવાય ? તેની વાત છે, શું જે રાગ થયો તે પોતે એમ જાણે છે કે હું પરમાં નિમિત્ત થઉં છું? અથવવા શું તે રાગ પોતે નિશ્ચયને પમાડે છે ? રાગને પોતાને તો કંઈ ખબર નથી પણ તે રાગનો નિષેધ કરીનેરાગનો આશ્રય છોડીને, સ્વભાવના આશ્રયે નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન પ્રગટયાં ત્યારે સમ્યજ્ઞાન એમ જાણે છે કે પૂર્વે આ રાગ નિમિત્ત હતો, અથવા આ પ્રકારનો વ્યવહાર હતો. એ રીતે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે.
જેમ, રાગથી નિશ્ચય પ્રગટતો નથી તેમ પોતે પરને નિમિત્ત થઈ શક્તો નથી. પણ જ્યારે નિશ્ચય પ્રગટ કરે છે ત્યારે રાગને વ્યવહાર કહેવાય છે અને જ્યારે નિશ્ચયથી પરનું કાર્ય તેના પોતાથી જ થાય છે ત્યારે બીજાને નિમિત્તપણાનો આરોપ આવે છે. આમાં સ્વાશ્રય ને પરાશ્રયનો મોટો સિદ્ધાંત છે. સ્વાશ્રયદષ્ટિ તે સિદ્ધદશાનું કારણ છે ને પરાશ્રયદષ્ટિ તે નિગોદ દશાનું કારણ છે. અજ્ઞાની એમ માને છે કે હું પરને નિમિત્ત થઉં, એમાં તેનો પરાશ્રયભાવ છે. જ્ઞાની એમ જાણે છે કે પર પદાર્થોમાં જ્યારે તેના પોતાના ઉપાદાનનું કાર્ય થાય છે ત્યારે આરોપથી મને નિમિત્ત કહે છે, -એમાં તો સ્વાશ્રયપણું ટકાવી રાખીને સ્વ-પરનું જ્ઞાન કર્યું, ઉપાદાન સહિત નિમિત્તનું જ્ઞાન યથાર્થ છે, પણ નિમિત્તના આશ્રયે ઉપાદાનનું જ્ઞાન યથાર્થ હોય નહિ. જ્યારે રાગનો નિષેધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com