________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૨
જુદો છે, દેહાદિ કોઈ ૫૨ વસ્તુથી આત્માનું કલ્યાણ નથી એમ શ્રદ્ધા-જ્ઞાન કરવાં તે ઉપાદાનકારણ છે.
નિમિત્ત એટલે અનુકૂળ, સંયોગી, બીજી ચીજ, જ્યારે આત્મા સાચી શ્રદ્ધા-જ્ઞાન કરે ત્યારે જે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર હાજ૨ હોય તેને નિમિત્ત કહેવાય છે.
દેવ-ગુરુ-શાસ્ત્ર તે મારાથી જુદા છે અને પુણ્ય-પાપના ભાવો તે પણ હું નથી, હું જ્ઞાનાદિ અનંત ગુણનો પિંડ છું - એમ જીવ પોતાની શક્તિની સંભાળ કરે તે ઉપાદાનકારણ છે અને પોતાની શક્તિ તે ઉપાદાન અને ઉપાદાનકારણમાં શું ફેર તે સમજાવ્યું. ઉપાદાન તે ત્રિકાળી દ્રવ્ય છે અને ઉપાદાનકારણ તે પર્યાય છે. જે જીવ ઉપાદાનશક્તિને સંભાળીને ઉપાદાનકારણ કરે તેને મુક્તિરૂપી કાર્ય પ્રગટે જ.
આ સંબંધમાં આગળ ૪૨ માં શ્લોકમાં એમ આવશે કે · ઉપાદાન અને નિમિત્ત તો બધા જીવોને હોય છે પણ જે વીર છે તે નિજશક્તિને સંભાળી લે છે અને ભવનો પાર પામે છે.' આમાં નિજશક્તિની સંભાળ કરવી તે ઉપાદાનકારણ છે, અને તે જ મુક્તિનું કારણ છે આત્મામાં શક્તિ તો બધી પડી છે પણ તે શક્તિની પોતે જ્યારે સંભાળ કરે ત્યારે શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતારૂપ મુક્તિનો ઉપાય થાય, પણ પોતાની શક્તિની સંભાળ કર્યા વગર મુક્તિનો ઉપાય થાય નહિ; એ બતાવવા માટે આ સંવાદમાં ઉપાદાન નિમિત્તની સામસામી, દલીલો ચાલશે અને શ્રી સર્વજ્ઞ ભગવાન ત૨ફથી ફેંસલો મળશે, તેમાં ઉ૫૨નું કથન સિદ્ધ થશે. આત્માનો ઉપાદાનસ્વભાવ મન, વાણી, દેહ વગરનો છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com