________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૩
તેને કોઈ પ૨વસ્તુની સહાય નથી. આવી સહજ શક્તિનું જે ભાન કરે તે ઉપાદાન સ્વભાવને જાણે, ઉપાદાન સ્વભાવને જાણ્યો તે ઉપાદાન કારણ થયું અને તે વખતે દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે જે હાજર હોય તે નિમિત્ત કહેવાય છે. ઉપાદાન-નિમિત્તની આ વાત બહુ સરસ સમજવા જેવી છે. શાસ્ત્રના આધારોથી અપૂર્વ કથન કર્યું છે. તેમાં પ્રથમ મંગળિકરૂપે શ્લોક કહે છે:
દોહરા
પાદ પ્રણમિ જિનદેવકે, એક ઉક્તિ ઉપજાય, ઉપાદાન અરુ નિમિત્તકો, કહું સંવાદ બનાય. ૧ અર્થ:- જિનદેવના ચરણે પ્રણામ કરીને એક અપૂર્વ તૈયાર કરું છું, ઉપાદાન અને નિમિત્તનો સંવાદ બનાવીને તે કહું છું. ૧.
ન
આ વાત સમજવા માટે જીવ ઊંડો ઊતરીને વિચાર કરે તો તેનું રહસ્ય સમજાય. જેમ અર્ધો મણ દહીંની છાશમાંથી માખણ કાઢવા માટે ઉપર ટપકે હાથ ફેરવે તો માખણ નીકળે નહિં પણ છાશને હલાવીને અંદર ઊંડો હાથ નાખીને ડોળે ત્યારે માખણ ઉપર આવે, પરંતુ જો શિયાળામાં ટાઢને કારણે આળસ કરીને ઊંડો હાથ ન નાંખે તો છાશમાંથી માખણ નીકળે નહિ; તેમ જૈનશાસનમાં જો જૈન પરમાત્મા સર્વજ્ઞદેવે કહેલા તત્ત્વોમાંથી જો ઊંડી તર્કબુદ્ધિવડે વિચાર કરીને માખણ કાઢે તો મુક્તિ થાય. શ્લોકમાં ‘ ઉક્તિ ’ શબ્દ વાપર્યો છે તેનો એ રીતે અર્થ કર્યો.
જિનદેવ સર્વજ્ઞ વીતરાગ ભગવાનના ચરણકમળમાં પ્રણમીને એટલે વિશેષ પ્રકારે નમસ્કાર કરીને હું એક યુક્તિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com