________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૩૧ જીવ સવળો થઈને સમજે તેને જ થાય છે, પણ ભગવાનની વાણી સાંભળવા છતાં જે સવળો પડતો નથી તે જીવને સમકિત થતું નથી, માટે નિમિત્તનું જોર નથી. જેના પોતાના પગમાં જોર નથી એવા ઢોર સાંગડાથી ઊભા રહી શકે નહિ, તેમ પોતાના આત્માના બળ વગર–સાચી સમજણ વગર સાક્ષાત ભગવાન પાસે જઈને પણ અંતરમાં ઘરનો સ્વચ્છેદ ઘાલ્યો તેથી સાચું જ્ઞાન ન થયું. માટે ભગવાનની સમીપે જવાથી ક્ષાયિક સમકિત થતું નથી, પરંતુ ઉપાદાનની જાગૃતિથી જ થાય છે.
હવે નિમિત્ત બીજી રીતે દલીલ મૂકે છે - હિંસાદિક પાપન કિયે, જીવ નર્કમેં જાહિ;
જો નિમિત્ત નહિ કામકો, તો ઈમ કાહે કહાહિં. ૧૨
અર્થ:- નિમિત્ત કહે છે-જે હિંસાદિક પાપ કરે તે નરકમાં જાય છે, જો નિમિત્ત કામનું ન હોય તો એમ શા માટે કહ્યું? ૧૨.
પરજીવની હિંસા, જૂઠ, પરિગ્રહ, ચોરી અને અબ્રહ્મચર્ય વગેરે પાપથી જીવ નરકમાં જાય છે. એ બધામાં નિમિત્તનું જ જોર છે. હિંસામાં પરજીવનું નિમિત્ત, જૂઠામાં ભાષાનું નિમિત્ત, પરિગ્રહમાં પરવસ્તુનું નિમિત્ત, ચોરીમાં પણ પૈસા વગેરેનું નિમિત્ત અને અબ્રહ્મચર્યમાં શરીરનું નિમિત્ત-એ બધાં નિમિત્તની જરૂર પડે છે કે નહિ? માટે નિમિત્ત જ નરકમાં લઈ જાય છે. પર વસ્તુના નિમિત્તથી જ હિંસાદિ પાપો થાય છે, કાંઈ એકલા આત્માથી હિંસા, ચોરી વગેરે થતાં નથી; માટે જો નિમિત્તનું જોર ન હોય તો
આ હિંસાદિ કરનાર નરકમાં જાય છે એ કેમ બને? પરવસ્તુ જ તેમને નરકનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com