________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૧૧૩ આ રીતે, જો પદાર્થ ગતિરૂપ પરિણમે તો ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય અને જો ગતિ ન કરે તો નિમિત્ત ન કહેવાય. ધર્માસ્તિકાય તો બન્નેમાં હાજર છે, તે કાંઈ પદાર્થને ચલાવતું નથી; પણ પદાર્થ ગતિ કરે તો માત્ર આરોપથી તેને નિમિત્ત કહેવાય છે. આ જ પ્રમાણે બધા નિમિત્તો ધર્માસ્તિકાયવત્ સમજવા.
કમળ ખીલે તેમાં સૂર્ય નિમિત્ત છે એટલે જો કમળ સ્વય ખીલે તો સૂર્યને નિમિત્તનો આરોપ આવે અને જો કમળ ન ખીલે તો સૂર્યને નિમિત્તનો આરોપ આવે નહિ. કમળના કાર્યમાં સૂર્ય કાંઈ કર્યું નથી તે તો ધર્માસ્તિકાયવત્ હાજર માત્ર છે.
સાચી સમજણમાં ગુરુનું નિમિત્ત છે એટલે જ જીવ પોતે સ્વયં સાચું સમજે તો ગુરુને નિમિત્તનો આરોપ આવે અને જો જીવ પોતે સાચું ન સમજે તો ગુરુને નિમિત્ત કહેવાય નહિ. સામા જીવના જ્ઞાનમાં ગુરુએ કાંઈ જ કર્યું નથી, તે તો ધર્માસ્તિકાયવત્ માત્ર હાજરરૂપ છે.
માટીમાંથી ઘડો થાય તેમાં કુંભાર નિમિત્ત છે એટલે માટી સ્વયં ઘડારૂપ પરિણમે ત્યારે કુંભારમાં નિમિત્તનો આરોપ આવે, અને જો માટી ઘડારૂપ ન પરિણમે તો કુંભારને નિમિત્ત કહેવાય નહિ. માટીના કાર્યમાં કુંભારે કાંઈ કર્યું નથી, કુંભાર તો ધર્માસ્તિકાયવત્ હાજર માત્ર છે. આ પ્રમાણે જ્યાં જ્યાં પરવસ્તુને નિમિત્ત કહેવામાં આવે ત્યાં સર્વત્ર “ધર્માસ્તિકાયવત” એમ સમજી લેવું.
જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે તે નિશ્ચય છે, અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com