________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૯૭
હાર છો; તું અણસમજણથી તારું બગાડ અને સાચી સમજણથી તારું સુધાર. જો જીવ આવી પોતાની સ્વાધીનતા સમજે તો તેને પોતાનો મહિમા આવે પણ જેને પોતાની સ્વાધીનતા ન સમજાય તેને આ બકવાસરૂપ લાગશે. જેને જેનો મહિમા આવે તેની વાત તે હોંશથી સાંભળે, પરંતુ જેનો મહિમા ન આવે તેની વાત રુચે નહિ. આ બાબતમાં ઓડનું દૃષ્ટાંતઃ
આગળના વખતમાં ઓડલોકો આખો દિવસ મજૂરી કરતા અને સાંજે ઘેર આવીને બધા ભેગા મળીને બેસતા; તે વખતે તેમનો બારોટ તેમના બાપદાદાની જૂની વાતો તેને સંભળાવે કે તમારા ચોથી પેઢીના બાપ તો મોટા અમલદાર હતાં, ઓડલોકો તો આખો દિવસ કામ કરવાથી થાકી ગયા હોય એટલે, જ્યારે બારોટ તેમના બાપદાદાની વાત કરતો હોય ત્યારે ઝોકાં ખાય; અને બારોટને કહે કે હા બાપા, લવતી ગલા. ” ઓડલોકો સાંભળવાનું લક્ષ ન આપે ત્યારે બારોટ કહે કે અરે, સાંભળો તો ખરા, આ તમારા બાપદાદાની મોટાઈની વાત કરું છું. ત્યારે પણ ઓડ કહે કે ‘લવતી ગલા' એટલે તમે તમારે બોલ્ટે રાખો; ત્યારે બારોટ કહે કે અરે ભાઈ! આ તમને સંભળાવવા માટે કહેવાય છે, મને તો બધી ખબર છે!
66
તેમ અહીં સંસારના થાકથી થાકેલા જીવોને જ્ઞાની શ્રીગુરુ તેમના સ્વભાવનો અપૂર્વ મહિમા બતાવે છે. પરંતુ જેને સ્વભાવના મહિમાની ખબર નથી અને સ્વભાવના મહિમાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com