SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૫ અજ્ઞાનીને શું ખબરપડે ? સમય પૂરતું છે. પહેલા સમયનો વિકાર બીજા સમયે ટળી જાય છે. રાગાદિ વિકારરૂપ અશુદ્ધ અવસ્થા તે પર્યાયના અંતરંગ કારણે છે, રાગાદિનું અંતરંગ કારણ દ્રવ્ય નથી પણ અવસ્થા છે; એટલે કે દ્રવ્યના સ્વભાવમાં રાગાદિ નથી, માટે દ્રવ્ય રાગાદિનું કારણ નથી. જેમ ચેતન દ્રવ્યની અવસ્થા ચેતનના અંતરંગ કારણે થાય છે તેમ જડ દ્રવ્યની અવસ્થા પણ જડ દ્રવ્યના અંતરંગકારણથી જ થાય છે. શરીરના પરમાણુઓ ભેગા છે તે આત્માના કારણે આવ્યા નથી, પણ જે જે પરમાણુઓની અંતરંગ શક્તિ હતી તે જ પરમાણુઓ ભેગા થયા છે, બીજા બધા પરમાણુઓ પેશાબ, વિષ્ટા વગેરે મારફત જાદા પડી ગયા. પરમાણુઓમાં ક્રોધ-કર્મરૂપ અવસ્થા થાય છે તે પરમાણુની તે સમયની યોગ્યતા છે-જીવે તે અવસ્થા કરી નથી. જીવની ક્રોધાદિ ભાવરૂપ અવસ્થા થાય છે તેમાં જીવની તે સમયની અવસ્થાની યોગ્યતા છે. જીવની અવસ્થામાં વિકારભાવ અને પુદ્ગલની અવસ્થામાં કર્મરૂપ પરિણમન એ બન્ને પોતપોતાના અંતરંગ સ્વતંત્ર કારણે થાય છે, કોઈ એક-બીજાનું અંતરંગકારણ નથી. સમયે સમયે અવસ્થા થવી તે વસ્તુનો સ્વભાવ છે; વસ્તુની અવસ્થા વસ્તુના કારણે નીકળે છે. બહારના સાધનને કારણે કોઈ દ્રવ્યની અવસ્થા નીકળતી નથી. આમ હોવાથી પોતાની અવસ્થાનો સુધાર કે બગાડ દ્રવ્ય પોતે જ કરી શકે છે. ચૈતન્યની પર્યાય ચૈતન્યપણે રહીને બદલે છે અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy