________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
અજ્ઞાનીઓની કેવી કેવી દલીલ હોય છે તે જ્ઞાનીઓ જાણે છે. આ દોહા ઘણા ઊંચા છે, આમાં વસ્તુસ્વભાવનું જોર મૂકયું છે.
૧૧૦
અજ્ઞાની એમ માને છે કે કાંઈક નિમિત્ત હોય તો ઉપાદાનનું કામ થાય છે, જ્ઞાની એમ જાણે છે કે એકલા વસ્તુના સ્વભાવથી જ કાર્ય થાય છે, તેમાં નિમિત્તની કાંઈ જ અસર-મદદ નથી; પણ જે બાહ્ય સંયોગો હાજરૂપ હોય તેને નિમિત્ત કહેવાય છે. કામ તો ઉપાદાન પોતે એકલું જ કરે છે.
શિષ્ય કહે છે કે-એકલા ઉપાદાનથી જ કામ થાય છે એમ તમે કહો છો, પણ જો એકલા ઉપાદાનથી જ કામ થતું હોય તો પવન વગ૨ વહાણ કેમ ચાલતું નથી? ઉપાદાન છે તો પણ પવનના નિમિત્ત વગર શું વહાણ ચાલે છે? પવન વગર સારામાં સારું વહાણ પણ થાકી જાય છે; તેમ સદ્ગુરુના ઉપદેશ વિના આત્મારૂપી વહાણ મોક્ષમાર્ગ તરફ ચાલે નહિ. સદ્દગુરુનું નિમિત્ત હોય તો આત્મારૂપી વહાણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મુક્તિના માર્ગે ચાલે. માટે નિમિત્ત હોય તો ઉપાદાન કામ કરે અને નિમિત્ત ન હોય તો ઉપાદાન બળ વગરનું થઈ જાય. એકલો આત્મા શું કરે ? જો સદ્દગુરુ હોય તો તે માર્ગ બતાવે અને આત્મા તે માર્ગે ચાલે-એ રીતે નિમિત્ત-ઉપાદાન ભેગા થાય તો આત્મા મોક્ષમાર્ગમાં ચાલે. આ નિમિત્ત તરફની દલીલ સમજવી.
હવે ઉપાદાન તરફથી જવાબ આપે છેઃ
જ્ઞાન નૈન કિરિયા ચ૨ન, દોઊ શિવમગ ધાર; ઉપાદાન નિશ્ચય જૐ, તહાં નિમિત્ત વ્યવહાર. ૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com