________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
મૂળમાં ભૂલ બધા દુઃખના પોટલા મારા ઉપર ઢોળ્યા, તો સુખ-શાંતિ શેમાંથી મળે ! બધી અનુકૂળતા હોય તો સુખ થાય ને? ત્યારે ઉપાદાને તેની દલીલનો નકાર કરતાં કહ્યું કે અનુકૂળ સામગ્રીમાં આત્માનું સુખ છે જ નહિ. “શરીર સરખું હોય, નીરોગી હોય, ઉમર પાકટ થાય, ભક્ત-ભોગી થઈએ એમ બધું પાર કરીને પછી મરવા ટાણે નિરાંતે ધર્મ થાય” આવી મહા પરાધીન દષ્ટિથી આત્મા પોતે જીવનમાં કદી સત્સમાગમ અંતરથી ધર્મ સમજવાનો ઉપાય ન કરે તો તેને ધર્મ થાય નહિ અને મુક્તિનો ઉપાય ન મળે, તે સંસારમાં રખડે. સત્ સમજવાનાં અપૂર્વ ટાણે જેણે સમજવાની ના પાડી તે પોતાના સ્વભાવનો અનાદર કરીને સંયોગ બુદ્ધિથી અસત્નો આદર કરીને અનંત સંસારમાં દુઃખિત થઈને રખડે છે; એને જેણે સમજવાનો અંતરથી ઉલ્લાસ લાવીને સ્વભાવનો સત્કાર કર્યો તે ઉપાદાનના જોરે અલ્પકાળમાં સંસારમુક્ત થઈને પરમસુખને પામશે.
અહીં એમ સ્વાધીનતા સમજાવે છે કે હે ભાઈ ! તું તારી અવસ્થામાં ભૂલ કરે છે. તે ભૂલ તને કોઈ બીજાં કરાવતું નથી, પરંતુ તે પોતાને ભૂલીને “મને પરથી સુખ થાય' એવી ઊંધી માન્યતા કરી છે તેથી જ દુ:ખ છે. ભૂલનો કરનાર પણ તું છો અને ભૂલનો ભાંગનાર પણ તું જ છો. સ્વભાવને ભૂલીને જે ભૂલ તે કરી છે, તે ભૂલને સ્વભાવની ઓળખાણ કરીને કાઢી નાખે તો સુખ તો તારા અવિનાશી સ્વરૂપમાં જ ભર્યું છે તે તને પ્રગટ થાય. આ રીતે ઉપાદાન સ્વાધીનપણે કાર્ય કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com