________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૭
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા આવ્યા–એમ નથી. અને જીવ વિકાર ન કરે ત્યારે કર્મો ખરી જાય છે તેને નિમિત્ત કહેવાય છે. પરંતુ જીવે વિકાર ન કર્યો માટે કર્મો ખર્યા એ વાત બરાબર નથી, તે પરમાણુઓની લાયકાત જ તેવી હતી.
જે દ્રવ્યની જે સમયે, જે ક્ષેત્રે, જેવા સંયોગમાં અને જે રીતે જેવી અવસ્થા થવાની હોય તેવી તે પ્રમાણે થાય જ, તેમાં ફેર પડે જ નહિ–એ શ્રદ્ધામાં તો વીતરાગી દષ્ટિ થઈ જાય છે, સ્વભાવની દઢતા ને સ્થિરતાની એક્તા છે અને વિકારથી ઉદાસીનતા ને પરથી ભિન્નતા છે; તેમાં સમયે સમયે ભેદવિજ્ઞાનનું જ કાર્ય છે. ૪૯. નૈમિત્તિકની વ્યાખ્યા
પ્રશ્ન - નૈમિત્તિકનો અર્થ વ્યાકરણ પ્રમાણે તો “નિમિત્તથી થાય તેએવો થાય છે, અને અહીં તો કહ્યું કે નિમિત્તથી નૈમિત્તિકમાં કાંઈ થતું નથી.
ઉત્તર- “નિમિત્તથી થાય તે નૈમિત્તિક છે. અર્થાત્ નિમિત્ત જનક અને નૈમિત્તિક જન્ય છે' એ વ્યાખ્યા વ્યવહારથી કહેવાય છે; ખરેખર નિમિત્તથી નૈમિત્તિક થતું નથી. પણ ઉપાદાનનું કાર્ય તે નૈમિત્તિક છે અને જ્યારે નૈમિત્તિક કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે, તેથી ઉપચારથી તે નિમિત્તને જનક પણ કહેવાય છે. વળી નૈમિત્તિકનો અર્થ “જેમાં નિમિત્તનો સંબંધ હોય એવું” એમ પણ થાય છે, એટલે કે જ્યારે નૈમિત્તિક હોય ત્યારે નિમિત્ત પણ અવશ્ય હોય જ એટલો સંબંધ છે, પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com