SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ મૂળમાં ભૂલ સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન કોઈ એમ કહે કે આ જ્ઞાન પહેલાં નહોતું અને નિમિત્ત મળતાં પ્રગટયું; જો મારામાં જ હોત તો પહેલાં મને કેમ ખબર ન પડી ? તેનો ઉત્તરઃ- જ્ઞાન તો તારી પાસે જ છે, તેમાંથી જ પ્રગટે છે. પહેલાં સામાન્ય શક્તિરૂપે જ્ઞાન હતું તે જ વિશેષ રૂપે (પર્યાય રૂપે ) પ્રગટ થયું છે. જો સામાન્ય જ્ઞાન જે ત્રિકાળ શક્તિરૂપે છે તેને જીવ માને, તો પોતાની સામાન્ય શક્તિની જ આ વિશેષ પર્યાય થાય છે એમ માને; પણ જો સામાન્ય જ્ઞાન જ નમાને તો “મારું આ વિશેષ જ્ઞાન પરમાંથી આવ્યું. ગુરુ મળ્યા માટે જ્ઞાન થયું.” એમ જ્ઞાનને પરાશ્રિત જીવ માને, કે જે ખોટું છે. દરેક દ્રવ્યમાં ગુણનો ભંડાર પડ્યો છે, તેમાંથી જ પર્યાયમાં આવે છે. આત્મામાં પણ જ્ઞાન વગેરેનો પૂરો ભંડાર ભર્યો જ છે. તેમાંથી જ પર્યાયમાં આવે છે. વાંચવાથી જ્ઞાન થયું એ વાત ખોટી છે. જ્ઞાન જે શક્તિરૂપે છે તેમાંથી જ વિશેષ જ્ઞાન પ્રગટયું છે. વિશેષ જ્ઞાન એટલે જ્ઞાનની વર્તમાન પર્યાય એ વિશેષ આવ્યું ક્યાંથી? જે ત્રિકાળ સામાન્ય પડ્યું છે તેમાંથી જ આવ્યું છે. અંદરમા ત્રિકાળી સામાન્ય જ્ઞાનની જે પ્રતીત કરે તે વિશેષ જ્ઞાનને પરનું અવલંબન માને નહિ અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy