________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન
૧૬૯ પોતાની જે વિશેષ પર્યાય તેનું અવલંબન પણ ન માનતા, અંદરના ત્રિકાળી જ્ઞાનનું જ અવલંબન માને છે.
ત્રિકાળી સામાન્ય તો આખું પડ્યું છે, તેની વર્તમાન પ્રગટ પર્યાય થોડી હોવા છતાં પણ ત્રિકાળી સામાન્ય તો આખે આખું પૂર્ણ જ છે. જેને એ ત્રિકાળી સામાન્યની શ્રદ્ધા નથી, તે વિશેષ નિમિત્તના અવલંબનથી આવ્યું છે એમ માને છે.
આ તો વેપારી જેવી યુક્તિ છે. જેમ વેપારી કહે કે, ભાઈ ! ઘરમાં પૂરી મૂડી નથી એટલે બીજાનાં મોઢાં બોલાવવાં પડે છે, બીજા પાસેથી રૂપિયા ત્યે તેનું વ્યાજ ભરે છતાં પણ કેટલી ઓશિયાળ કરવી પડે! પણ જેના ઘરમાં પૂરી મૂડી હોય તે બીજાની ઓશિયાળ જરાપણ ન કરે! તેમ પોતામાં જ્ઞાનરૂપી મૂડી તો ત્રિકાળ પૂરી જ છે. તેમાંથી પર્યાય આવે છે. પોતાના જ્ઞાનસ્વભાવની જેને ખબર છે તે પર નિમિત્તની ઓશિયાળ કરે નહિ. નિમિત્તના અભાવે જ્ઞાનની ઉણપ નથી-પણ સામાન્ય શક્તિ તરફની એકાગ્રતાના અભાવે ઉણપ દેખાય છે. જો ત્રિકાળી શક્તિની શ્રદ્ધા કરે તો તેમાંથી એકાગ્ર થઈને પૂર્ણ જ્ઞાન કાઢે. જ્ઞાનની અવસ્થા નિમિત્તને લઈને આવી નથી, પણ ત્રિકાળી શક્તિ પડી છે તેમાંથી આવી છે.
પ્રશ્ન- કૂંચી આવી તો તાળું ઊઘડ્યું ને? તેમ નિમિત્ત આવ્યું ત્યારે જ્ઞાનની પર્યાય ખીલી ને ?
ઉત્તર- નહિ! તાળું ઊઘડે એવું હતું ત્યારે કૂંચી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com