SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૮૯ હવે, આ બધી વાત સ્વીકારીને નિમિત્ત પોતાનો પરાજ્ય કબૂલે છે. તબ નિમિત્ત હાર્યો તહાં, અબ નહિં જોર બસાય; ઉપાદાન શિવ લોકમેં, પહુંચ્યો કર્મ ખપાય. ૪૦. અર્થ:- ત્યારે નિમિત્ત હારી ગયું, હવે તે કાંઈ જોર કરતું નથી. અને ઉપાદાન કર્મનો ક્ષય કરીને શિવલોકમાં (સિદ્ધપદમાં ) પહોંચ્યું. ૪૦. આ ઉપાદાન-નિમિત્તના સંવાદ ઉપરથી અનેક પ્રકારે આત્માના સ્વતંત્ર સ્વરૂપની પ્રતીતિ કરીને ઉપાદાન દષ્ટિવાળો જીવ પોતાની સહજ શક્તિને પ્રગટ કરીને મુક્તિમાં એકલો શુદ્ધ સંયોગરહિત રહી ગયો. જે પોતાના સ્વભાવથી જ શુદ્ધ થયો તેણે પોતાના સ્વભાવમાંથી જ શુદ્ધતા પ્રાપ્ત કરી છે, પરંતુ કોઈ સંયોગમાંથી કે રાગ-દ્વેષ વિકલ્પ ઇત્યાદિ જે છૂટી ગયા તેમાંથી શુદ્ધતા પ્રાપ્ત કરી નથી. કર્મ અને વિકારી ભાવનો નાશ કરીને, તથા મનુષ્યદેહ, પાંચ ઇન્દ્રિયો અને દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે બધાના લક્ષને છોડીને ઉપાદાન સ્વરૂપની એકાગ્રતાના બળે જીવે પોતાની શુદ્ધ દશા પ્રગટ કરી લીધી. એ જ ઉપાદાનની જીત છે. પ્રશ્ન:- આ દોહામાં કહ્યું છે કે ‘અબ નહિ જોર બસાય’ એટલે કે જીવની સિદ્ધદશા થયા પછી નિમિત્તનું જોર ચાલતું નથી; પરંતુ જીવની વિકા૨ દશા વખતે તો નિમિત્તનું જોર ચાલે છે ને ? ઉત્તર:- નહિ, નિમિત્ત તો ૫૨ વસ્તુ છે. આત્મા ઉ૫૨ ૫૨ વસ્તુનું જો૨ કદાપિ ચાલી શકતું નથી. પરંતુ પહેલાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy