________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
८८
કોઈ જરાય ન સમજે તો તેના માટે જરાય નિમિત્ત ન કહેવાય, કોઈ ઊંધુ સમજે તો તેની ઊંધી સમજણમાં નિમિત્ત કહેવાય. આથી સિદ્ધ થાય છે કે ઉપાદાન સ્વાધીનપણે જ કાર્ય કરે છે. નિમિત્ત તો માત્ર આરોપરૂપ જ છે. શ્રીભગવાન પાસે અને સાચા ગુરુ પાસે અનંતવાર ગયો પણ ભડનો દીકરો પોતે જાગૃત થઈને પોતાની ભૂલ કાઢે ત્યારે સાચું સમજેને? કાંઈ દેવ કે ગુરુ તેના આત્મામાં પ્રવેશી જઈને તેની ભૂલને બહાર કાઢે ? જેમ સિદ્ધ ભગવાનનું જ્ઞાન લોકાલોકને પરિણમનમાં નિમિત્ત છે, પરંતુ શું સિદ્ધ ભગવાન લોકાલોકના કોઈ પદાર્થને પરિણમાવે છે? કે તેની કાંઈ અસર પદ્રવ્યો ઉ૫૨ થાય છે? તેમ કાંઈ થતું નથી; સિદ્ધ ભગવાનના જ્ઞાનની જેમ સર્વત્ર સમજી લેવું કે નિમિત્ત માત્ર હાજરરૂપ છે, તે કોઈને પરિણમાવતું નથી કે તેની અસર ઉપાદાન ઉપર જરાપણ થતી નથી. માટે ઉપાદાનનો જ વિજય છે. દરેક જીવ પોતપોતાના એકલા સ્વભાવના અવલંબને જ ધર્મ પામે છે, કોઈપણ જીવ પરના અવલંબને ધર્મ પામતો નથી.
(અહીં જીવની મુક્તિ થાય એ જ પ્રયોજન હોવાથી મુખ્યપણે જીવના ધર્મ ઉપર જ ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ ઉતાર્યું છે. પરંતુ તે મુજબ જ જીવનો અધર્મભાવ પણ જીવ પોતે પોતાના ઉપાદાનની જ યોગ્યતાથી કરે છે અને જગતની બધી જડ વસ્તુઓની ક્રિયા પણ તે તે જડ વસ્તુના ઉપાદાનથી થાય છે, શરીરનું હલનચલન, શબ્દો બોલવા કે લખવા, એ બધુંય પરમાણુના ઉપાદાનથી જ થાય છે, નિમિત્ત તેમાં કાંઈ જ કરતું નથી એમ સર્વત્ર સમજવું. )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com