________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા
૧૪૧
મારો હાથ તેને નિમિત્ત થાય ત્યારે તે ઊપડે' –એમ માનનાર જીવો વસ્તુની પર્યાયને સ્વતંત્ર માનતા નથી એટલે કે તેઓની સંયોગીષ્ટિ છે; તેઓ વસ્તુના સ્વભાવને જ માનતા નથી, તેથી મિથ્યાદષ્ટિ છે. લાકડું જ્યારે ઊંચું નથી થતું ત્યારે તેનામાં ઊંચું થવાની લાયકાત જ નથી, અને જ્યારે તેનામાં લાયકાત હોય છે ત્યારે તે સ્વયં ઊંચુ થાય છે; પણ હાથના નિમિત્તથી ઊંચું થતું નથી. પણ જ્યારે ઊંચું થાય ત્યારે હાથ વગેરે નિમિત્ત સ્વયમેવ હોય જ. એવો ઉપાદાન-નિમિત્તનો મેળ કુદરતી સ્વભાવથી જ હોય છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે હાથના નિમિત્તે ઊંચું થયું ” એમ કહેવાનો માત્ર વ્યવહાર છે.
૨૭. લોહચુંબક સોયને ખેંચતો નથી.
લોહચુંબક પત્થર તરફ લોઢાની સોય ખેંચાય છે, ત્યાં લોહચુંબકે સોયને ખેંચી નથી પણ સોયે પોતાની યોગ્યતાથી જ ગમન કર્યું છે.
66
પ્રશ્ન:- જો સોય પોતાની યોગ્યતાથી જ ગમન કરતી હોય તો જ્યારે લોહચુંબક પત્થર પાસે ન હતો ત્યારે કેમ ગમન ન કર્યું? અને જ્યારે તે પત્થર નજીક આવ્યો ત્યારે જ કેમ ગમન કર્યું ?
ઉત્ત૨:- પહેલા સોયમાં ગમન કરવાની યોગ્યતા જ ન હતી તેથી તે વખતે લોહચુંબક પાસે (સોયને ખેંચાવા યોગ્ય ક્ષેત્રમાં) હોય જ નહિ. અને જ્યારે સોયમાં ક્ષેત્રાંતર કરવાની યોગ્યતા હોય ત્યારે લોહચુંબક અને તેના વચ્ચે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com