________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૧૪૦
છે, અને આ સમ્યનિયતવાદ તો સ્વભાવભાવ છે, સ્વતંત્રતા છે, વીતરાગતા છે.
૨૫. સમ્યક્ નિયતવાદના નિર્ણયથી નિમિત્તાધીનદષ્ટિ અને સ્વપરની એકત્વબુદ્ધિ ટળે છે.
જે વસ્તુમાં જે વખતે જેવી પર્યાય થવાની હોય અને જે નિમિત્તની હાજરી થવાની હોય, તે વસ્તુમાં તે વખતે તેવી પર્યાય થાય જ અને તે નિમિત્તો જ તે વખતે હોય. બીજી પર્યાય થાય નહિ અને બીજું નિમિત્ત હોય નહિ. એ નિયમમાં ત્રણકાળ ત્રણલોકમાં ફેરફાર થાય નહિ. આ જ યથાર્થ નિયતનો નિર્ણય છે, તેમાં આત્મસ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર આવી જાય છે. અને નિમિત્ત ઉપરની દૃષ્ટિ ટળી જાય છે. ‘હું ૫૨નો કર્તા તો નથી પણ હું પરને નિમિત્ત થાઉં' એવી જેની માન્યતા છે તે મિથ્યાદષ્ટિ છે. પોતે નિમિત્ત છે માટે ૫૨નું કાર્ય થાય છે–એમ નથી, પણ સામી ચીજમાં તેની યોગ્યતાથી જે કાર્ય થાય છે તેમાં અન્ય ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. ‘હું નિમિત્ત થાઉં' તેનો અર્થ એવો થયો કે વસ્તુમાં કાર્ય થવાનું ન હતું પણ હું નિમિત્ત થયો ત્યારે તેમાં કાર્ય થયું એટલે તે તો સ્વપરની એકત્વબુદ્ધિ જ થઈ.
૨૬. લાકડું એની મેળે ઊંચું થાય છે,
હાથના નિમિત્તથી નહિ.
6 આ લાકડું છે તેનામાં ઊંચુ થવાની લાયકાત છે પણ જ્યારે મારો હાથ તેને સ્પર્શે ત્યારે તે ઊપડે અર્થાત જ્યારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com