________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
નિમિત્તની દલીલનો એક અંશ એટલો સાચો છે કેઆત્મકલ્યાણમાં સાચા જ દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તરૂપે હાજર હોય, એની હાજરી વગર ત્રણ કાળમાં કોઈ મુક્તિ પામે નહિ. બધા માર્ગો સરખા જ છે-એમ માનનાર તો ત્રણ કાળ ત્રણ લોકમાં સમ્યગ્દર્શન પામે નહિ, ઉલટો મિથ્યાત્વના મહાપાપની પુષ્ટિ કરે; એટલે સર્વજ્ઞ વીતરાગ દેવ; સાધક સંતમુનિ, અને સર્વજ્ઞની વાણી જ નિમિત્ત હોય એટલું તો સાચું, પરંતુ તેનાથી આત્માનું કલ્યાણ થાય નહિ, તે કોઈ આત્મતિમાં મદદ કરે નહિ. કલ્યાણ તો આત્મા પોતે પોતાથી સમજે તો જ થાય.
૨૦
સમજવાની શક્તિ તો બધા આત્મામાં ત્રિકાળ છે જ્યારે તે શક્તિની સંભાળ કરીને આત્મા સમજે ત્યારે નિમિત્તરૂપે ૫૨વસ્તુ સાચા દેવ વગેરે જ હોય. કુદેવાદિને માનતો હોય અને સાચું સમજે એમ ન જ બને. આ વાતને આગળ કરીને નિમિત્ત એમ કહે છે કે પહેલાં મારી જ જરૂર છે, મારાથી જ કલ્યાણ થાય છે. ઉપાદાન તેની એ દલીલ તોડી નાંખે છેઃ
યહ નિમિત્ત ઈહ જીવકો, મિલ્યો અનંતી બા૨; ઉપાદાન પલટયો નહિ, તો ભટકયો સંસાર. ૯
અર્થ:- ઉપાદાન કહે છે કે એ નિમિત્તો આ જીવને અનંતી વાર મળ્યાં, પણ ઉપાદાન-જીવ પોતે પલટયો નહિં તેથી તે સંસારમાં ભટકયો. ૯.
જો દેવ-ગુરુ-શાસ્ત્રનું નિમિત્ત આત્માનું કલ્યાણ કરી દેતા હોય તો, આ જીવ સાક્ષાત્ ત્રણલોકના નાથ પાસે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com