________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૫.
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા આવ્યો ત્યારે કાગળને નિમિત્ત કહેવાણું, તથા બેંકમાં જવાની રૂપિયાની અવસ્થા થઈ ત્યારે મુનમના વિકલ્પને તેનું નિમિત્ત કહેવાયું. ૩૨. નિમિત્તને કારણે ઉપાદાનમાં વિલક્ષણ દશા થતી નથી.
પ્રશ્ન- ઉપાદાનમાં નિમિત્ત કાંઈ કરતું નથી એ વાત તો સાચી, પણ નિમિત્ત હોય ત્યારે ઉપાદાનમાં વિલક્ષણ અવસ્થા તો થવી જ જોઈએ ને! જેમ કે અગ્નિરૂપી નિમિત્ત આવે ત્યારે પાણીને ઉષ્ણ થવું જ જોઈએ.
ઉત્તર- એ વાત ખોટી છે; જે પાણીની પર્યાયનો સ્વભાવ તે જ વખતે ઉષ્ણ થવાનો હતો તે જ પાણી તે જ અગ્નિના સંયોગમાં આવ્યું અને પોતાની લાયકાતથી પોતાની મેળે જ ઉષ્ણ થયું છે, અગ્નિના કારણે તેને વિલક્ષણ થવું પડ્યું તેમ નથી; અને અગ્નિએ પાણીને ઉષ્ણ કર્યું નથી. ૩૩. મિથ્યાદષ્ટિ સંયોગને જુએ છે, સમ્યગ્દષ્ટિ સ્વભાવને જુએ છે.
અગ્નિથી પાણી ઉજ્જ થયું-એવી માન્યતા તે સંયોગાધીન પરાધીન દષ્ટિ છે, અને પાણી પોતાની યોગ્યતાથી જ ઉષ્ણ થયું છે-એવી માન્યતા તે સ્વતંત્ર સ્વભાવદષ્ટિ છે. સંયોગાધીન દષ્ટિ તે મિથ્યાદષ્ટિ છે, ને સ્વભાવદષ્ટિ તે સમ્યગ્દષ્ટિ છે.
મિથ્યાદષ્ટિ જીવ, વસ્તુના સ્વભાવની સમય સમયની યોગ્યતાથી જ દરેક કાર્ય થાય છે તે સ્વભાવને નથી જોતો, પણ નિમિત્તના સંયોગને જુએ છે, એ જ તેની પરાધીનદષ્ટિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com