________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૧
અજ્ઞાનીને શું ખબર પડે? જલદી જાવ નહિંતર સુંદર વછેરા નાસી જશે. દરબાર તો ખરેખર તેને ઘોડાનો વછેરાં માનીને તેને પકડવા દોડ્યા, પણ એ તો કયાંય ઝાડીમાં સંતાઈ ગયા. પછી દરબારે ઘરે આવીને પોતાના ડાયરામાં વાત કરી, કે શું વછેરાં, નાનકડાં અને સુંદર, જેવા નીકળ્યાં કે તરત જ દોડવા માંડ્યા! ત્યારે ડાયરાએ પૂછયું આપા! શું થયું? ત્યારે દરબારે “વછેરાના ઇંડા' ખરીદ કર્યા સંબંધી વાત કરી, ડાયરાના માણસો કહે, આપા! તમે મૂરખ થયા, કાંઈ વછેરાના તે ઇંડાં હોય? પણ આપો કહે...મેં નજરે જોયાને! પણ વછેરાના ઇંડાં હોય જ નહિ પછી નજરે કયાંથી જોયા? તમારી જોવાની ભૂલ છે, તેવી રીતે અજ્ઞાની જીવ કહે છે કે “જીવ પરનું કરે એમ નજરે દેખાય છે ને?” પણ ભાઈ ! જીવ પરનું કરી જ શકતો નથી તો તે નજરે શું જોયું? નજરે તો જડની ક્રિયા દેખાય છે, આત્માએ તે કર્યું એમ તો દેખાતું નથી. જાઓ ! આ હાથમાં લાકડું છે તે ઊંચું થયું-હવે ત્યાં આત્માએ શું કર્યું? કે પ્રથમ લાકડું નીચે હતું પછી ઊંચું થયું -એમ આત્માએ જાણ્યું છે, પણ લાકડું ઊંચું કરી શકવા આત્મા સમર્થ નથી. અજ્ઞાની જીવ પણ “લાકડું ઊંચું થયું” એમ જાણે છે, પરંતુ તે “મેં આ લાકડું ઊંચું કર્યું ” એમ માનીને નજરે દેખાય છે તેના કરતાં ઊંધુ માને છે.
પ્રશ્ન- હાથ તો આત્માએ હલાવ્યો ત્યારે હુલ્યોને?
ઉત્તર:- હાથ તો જડ છે-ચામડું છે, તે કાંઈ આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com