________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા
૧૪૩
એક સમયની નિમિત્તની લાયકાત નિમિત્તમાં છે. પણ બન્નેની લાયકાતનો મેળ છે તેથી અનુકૂળ નિમિત્ત કહેવાય છે. લોહચુંબકમાં નિમિત્તપણાની જે લાયકાત છે તેને બીજા બધા પદાર્થોથી જુદી પાડીને ઓળખવા માટે તેને ‘નિમિત્ત’ કહેવાય છે, પણ તેના કારણે સોયમાં કિંચિત્ વિલક્ષણતા થઈ નથી. ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે વ્યવહારે-આરોપથી બીજા પદાર્થને નિમિત્ત કહેવાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે તેથી તે ઉપાદાન અને નિમિત્ત બન્નેને જાણે છે.
૨૯. નિમિત્તનું સ્વરૂપ સમજવા માટે ધર્માસ્તિકાયનું દૃષ્ટાંત
બધાય નિમિત્તો ‘ ધર્માસ્તિકાયવત્' છે. (જુઓ ઇષ્ટોપદેશ ગાથા ૩૫ ) ધર્માસ્તિકાય પદાર્થ તો લોકમાં સર્વત્ર છે. જ્યારે વસ્તુ પોતાની યોગ્યતાથી ચાલે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય, અને વસ્તુ ન ચાલે તો તેને નિમિત્ત કહેવાય નહિ. ધર્માસ્તિકાયની માફક જ બધા નિમિત્તોનું સ્વરૂપ સમજી લેવું. ધર્માસ્તિકાયમાં નિમિત્તપણાની એવી લાયકાત છે કે પદાર્થો ગતિ કરે તેમાં જ તેને નિમિત્ત કહેવાય, પણ સ્થિતિમાં તેને નિમિત્ત કહેવાય નહિ, સ્થિતિમાં નિમિત્ત કહેવાય-એવી લાયકાત અધર્માસ્તિકાયમાં છે. ૩૦. સિદ્ધભગવાન અલોકમાં કેમ નથી જતા ?
સિદ્ધભગવાન પોતાની ક્ષેત્રાંતરની લાયકાતથી એક સમયમાં જ્યારે લોકાગ્રે ગમન કરે છે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય છે, પરંતુ કાંઈ ધર્માસ્તિકાયના અભાવને લીધે તેમનું અલોકમાં ગમન થતું નથી એમ નથી. તેઓ લોકાગ્રે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com