________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ પછી પણ મન, વચન, કાયાના યોગનું કંપન હોય છે તે પણ મોક્ષનું કારણ નથી, તે ક્રિયાને મચકોડીને-મરડીને મોક્ષ થાય છે.
મન, વચન, કાયા તરફના વિકલ્પને તોડી-મરડીને અને કર્મ તરફના વલણને તોડીને, સ્વરૂપની અંદર પુરુષાર્થ કરી રાગથી છૂટીને અભેદસ્વરૂપમાં ઠરતાં કેવળજ્ઞાન અને છેવટે મુક્તિ થાય છે.
ઉપાદાને સ્વભાવ તરફથી દલીલ કરીને નિમિત્તની પરાધીનપણાની દલીલ તોડી નાખી.
આ રીતે ૩૯ દોહા સુધી ઉપાદાન નિમિત્તે સામ સામી દલીલો કરી, તે બન્નેની દલીલોને બરાબર જાણીને સમ્યજ્ઞાનરૂપી ન્યાયધીશ ચૂકાદો આપે છે કે-ઉપાદાન આત્મા તરફથી સ્વાશ્રિત વાત કરનાર છે અને નિમિત્ત આત્માને પરાશ્રિત બતાવે છે, તેમાં આત્માને અને દરેક વસ્તુઓને સ્વાધીન બતાવનાર ઉપાદાનની વાત તદ્દન સાચી જ છે અને આત્માને તથા દરેક વસ્તુઓને પરાધીન બતાવનાર નિમિત્તની વાત તદ્દન ખોટી છે, માટે નિમિત્તનો પરાજ્ય થાય છે.
નિમિત્ત પક્ષવાળા તરફથી છેવટની અપીલ કરવામાં આવે છે કે નિમિત્તની વાત ખોટી કેમ! અને નિમિત્તનો પરાજ્ય કેમ! જુઓ, અમે બધા અહીં સત્ સમાગમે આવ્યા તેથી અમને સારા ભાવ થયા અને જો ઘરે હોઈએ તો આવા સારા ભાવ ન થાય. સારું નિમિત્ત મળ્યું તેથી સારા ભાવ થયા, માટે નિમિત્તનું કંઈક બળ રાખો !
ઉપાદાન તે અપીલનું ખંડન કરે છે કે ભાઈ રે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com