________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજ્ઞાનીને શું ખબરપડે ?
૧૭૭
પરિણામ પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે, માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ચિત નથી.
(જુઓ ગુજરાતી સમયસાર પાનું ૧૪૪)
***
આ આત્મા પરદ્રવ્યનું કિંચિત્ પણ કરી શક્તો નથી. જો આત્મા પરદ્રવ્યનું કાંઈ પણ કરે તો તે બન્ને દ્રવ્યો નિયમથી એક થઈ જાય પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, કેમકે દરેક દ્રવ્ય ત્રિકાળ જુદાં છે.
એક આત્મા જો પરનું કાંઈ કરે તો તે પરદ્રવ્ય અને આત્મા બન્ને એક દ્રવ્ય થઈ જાય. કેમકે જે સમયે આત્માએ પદ્રવ્યનું કાંઈ પણ કર્યું તે સમયે સામા દ્રવ્યની સ્વતંત્ર અવસ્થા રહી નહિ એટલે અવસ્થાનો લોપ થતાં તે દ્રવ્યનો પણ લોપ થયો, કેમકે અવસ્થા વગર કોઈ દ્રવ્ય હોય નહિ. આ રીતે જીવ જો પ૨વસ્તુની અવસ્થા કરે તો તે પરદ્રવ્ય સાથે એક થઈ જાય, અને દ્રવ્યના લોપનો પ્રસંગ આવે, પણ એમ ત્રણકાળમાં બનતું નથી.
દરેક દરેક આત્મા અને દરેક દરેક રજકણ જુદાં સ્વતંત્ર પદાર્થ છે. આત્માની અવસ્થા આત્માથી થાય અને. જડની અવસ્થા જડથી થાય-એમ માનવું તે જ પહેલો ધર્મ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com