________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
મૂળમાં ભૂલ વકીલ દલીલ કરે છે કે શ્રેણીક રાજા, ભરત ચક્રવર્તી એ વગેરેને કેવળી શ્રુતકેવળી પાસે જ ક્ષાયિક સમકિત થયું જુઓ નિમિત્તનું જોર ! શાસ્ત્રમાં લેખ છે કે તીર્થકર ભગવાન, કેવળી ભગવાન કે શ્રુતકેવળી (એટલે વીતરાગ જિનશાસનના અંતરના શ્રુતજ્ઞાનમાં પૂરા એવા મુનિરાજ) બિરાજતા હોય તેના ચરણકમળમાં જ ક્ષાયિક સમ્યકત્વ થાય છે, તેમના અભાવમાં થતું નથી. માટે નિમિત્તનું જ જોર છે. બીજા નિમિત્ત હોય તો ક્ષાયિક સમકિત ન થાય. હું ઉપાદાન! જો તારી જ શક્તિથી કામ થતું હોય તો તીર્થકર આદિ ન હોય ત્યાં ક્ષાયિક સમ્યકત્વ કેમ થતું નથી ? નિમિત્ત નથી માટે થતું નથી, એટલે નિમિત્તનું જ જોર-એવી નિમિત્ત તરફની દલીલ છે. તે દલીલ કઈ રીતે ખોટી છે તે હવે પછીના દોહામાં આવશે.
તીર્થંકર-કેવળી કે શ્રુતકેવળીની હાજરીમાં જ જીવને ક્ષાયિક સમકિત થાય છે એટલી નિમિત્તની વાત બરાબર છે, તે તો શાસ્ત્ર આધારથી વાત મૂકી છે, અદ્ધરથી ગોટો વાળ્યો નથી. પરંતુ ક્ષાયિક સમકિત નિમિત્તના જોરથી થયું છે કે ઉપાદાનના જોરથી, તે સમજવામાં નિમિત્ત-પક્ષની શું ભૂલ છે તે હુવે કહેવાશે.
' ઉપશમ સમકિત કે ક્ષયોપશમ સમકિત તો ગુરુ વગેરે નિમિત્તની સાક્ષાત્ હાજરી ન હોય તો પણ થઈ શકે છે. પ્રથમ એકવાર સત્ નિમિત્ત પાસેથી પોતે લાયક થઈને શ્રવણ કર્યું હોય. પરંતુ તે ટાણે સમકિત ન પામ્યો હોય તોપણ પાછળથી સત્ નિમિત્ત સમીપ ન હોવા છતાં જીવ પોતે અંતરથી જાગૃત થઈ ઉપશમ-ક્ષયોપશમ સમકિત પામી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com