________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
ઉપાદાન-નિમિત્ત સંવાદ
આત્માનો નિર્ણય સાચા દેવ-ગુરુ-શાસ્ત્રથી પ્રગટે. એમ જ્યારે નિમિત્તે કહ્યું ત્યારે ઉપાદાને તેનો ઉત્તર આપ્યો કે ભાઈ ! એ નિમિત્તો તો અનંતવાર જીવને મળ્યાં, પણ જાતે સ્વભાવનો મહિમા લાવી અસંગ આત્મતત્ત્વનો નિર્ણય ન કર્યો તેથી સંસારમાં રખડ્યો, માટે કોઈ નિમિત્ત આત્માને લાભ કરે નહિ.
હે ભાઈ ! જો પર નિમિત્તથી આત્માનો ધર્મ થાય-એવી પરદ્રવ્યાશ્રિત દષ્ટિ કરીશ તો પરદ્રવ્યો તો અનંત-અપાર છે, તેની દષ્ટિમાં ક્યાંય અંત નહિ આવે અર્થાત અનંત પર પદાર્થની દષ્ટિથી છૂટીને સ્વ સ્વભાવને જોવાના ટાણાં કદી નહિ આવે પણ હું પરદ્રવ્યોથી ભિન્ન છું, મારામાં પરનો પ્રવેશ નથી, મારું કલ્યાણ મારામાં જ છે–એવી સ્વાધીન દ્રવ્યની દષ્ટિ કરતાં અનંત પરદ્રવ્યો ઉપરની દષ્ટિ છૂટી જાય છે અને સ્વભાવ દૃષ્ટિની દઢતા થાય છે અને સ્વભાવ તરફથી દઢતા એ જ કલ્યાણનું મૂળ છે. પરચીજ ત્રણકાળ-ત્રણલોકમાં આત્માને લાભ-નુકશાન કરવા સમર્થ નથી. પોતાના ભાવમાં પોતે ઊંધો પડે તો રખડે અને સવળો પડે તો મુક્ત થાય.
પ્રશ્ન:- પૈસા, શરીર વગેરે જે અમારાં છે તે તો અમને લાભ કરે કે નહિ?
ઉત્તર- મૂળ સિદ્ધાંતમાં જ ફેર છે, પૈસા વગેરે તમારાં છે જ નહિ. પૈસા અને શરીર તો જડ છે–અચેતન છે–પર છે. આત્મા તો ચેતન-જ્ઞાનસ્વરૂપ છે. જડ અને ચેતન એ બન્ને વસ્તુઓ ત્રિકાળ જુદી જ છે, કોઈ એક બીજાની છે જ નહિ. પૈસા વગેરે આત્માથી જુદા છે તે આત્માને મદદ કરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com